Video : બિકીની અને હાથમાં વાઈનના ગ્લાસ સાથે બાથટબમાં ચીલ કરતી જોવા મળી અવનીત કૌર, જુઓ વીડિયો
અભિનેત્રી અવનીત કૌરે નાની ઉમરમાં બોલિવૂડમાં મોટુ નામ કરી લીધુ છે. અવનીત કૌર તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓને કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેને બિકીની પહેરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.
હાલમાં જ અવનીત કૌરે ઈન્ટરનેટ પર ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અવતીન કૌર બોલ્ડનેસનો તડકો મારતી જોવા મળી રહી છે. બાથટબમાં મસ્તી કરતી અવનીત કૌર બિકીનીમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે.

આ વીડિયોમાં અવનીત કૌર બિકીની પહેરીને એક હાથમાં ગ્લાસ લઈને ફુલ મસ્તીમાં જોવા મળી રહી છે. આ ગ્લાસમાં શું છે તેની તો ખબર નથી પરંતુ તે બિકીની સાથે ડ્રિંકનો ભરપુર આનંદ લેતી જોવા મળી રહી છે.
અવનીત કૌરનો હોટ એન્ડ ગ્લેમરસ અવતાર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતાં અવનીતે લખ્યું કે, હોટ ટબ્સ. હવે વીડિયો પર તેના ફેન્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તે માત્ર જીવનનો આનંદ માણી રહી છે. એક યુઝર્સે લખ્યુ કે, આટલા સુંદર ચહેરાનું શું કરવું જ્યારે લોકો તમારો ચહેરો જોતા પણ નથી. એકે લખ્યું કે, એકદમ હોટ છે.
જણાવી દઈએ કે, અવનીત કૌર જાણીતી ટીવી અભિનેત્રી છે અને તેણે ઘણી સિરિયલોમાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે. આ પછી તે અલાદ્દીનમાં જાસ્મિનનો રોલ કરીને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. અવનીત કૌરે આ પહેલા ફિલ્મ મર્દાનીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.












Click it and Unblock the Notifications
