Video : ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહની પાર્ટીમાં હસીનાઓનો જમાવડો, જુઓ વીડિયો
શુક્રવારે ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની હસીનાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં જાણીતી હસીનાઓ તેના પાર્ટનર સાથે જોવા મળી.
બોલિવૂડના મોટા કલાકારો પાર્ટીમાં ગ્લિઝ અને ગ્લેમર ઉમેરતા જોવા મળ્યા હતા. નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા માજા મા અને બંદિશ ડાકુ માટે જાણીતા છે. ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીના એક દિવસ બાદ તેમણે રાત્રે દિવાળી પાર્ટી આપી હતી.

અહીં શાહરૂખ ખાને ધમાકેદાર એન્ટ્રી કરી પરંતુ કેમેરા સામે આવવાનું ટાળ્યુ. માધુરી દીક્ષિત નેને અને તેના પતિ શ્રીરામ નેનેએ સાથે પોઝ આપ્યા. બંનેએ પાર્ટી માટે સફેદ ડ્રેસ પસંદ કર્યા હતા.
પાર્ટીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે પહોંચી. લાલ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં શાહરૂખની દીકરી સુહાના, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા પણ જોવા મળી હતી.
ધ આર્ચીઝમાં સુહાના અને અગસ્ત્યનું નિર્દેશન કરનાર ઝોયા અખ્તરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. નિમરત કૌર ઓરેન્જ અને ગોલ્ડ કલરના લહેંગામાં સુંદર લાગી રહી હતી.
અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટાઇલિશ કપલ તરીકે પ્રવેશ્યા હતા. તેમણે ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા. વિકી કૌશલ અને તેનો ભાઈ સની કૌશલ પણ બલેક આઉટફિટમાં પહોંચ્યા હતા.
પાર્ટીમાં આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી. તેણે આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો અને કોઈ ખાસ મેકઅપ વગર પહોંચી હતી.












Click it and Unblock the Notifications
