Video: ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની ધરપકડ, બીજી મહિલા સાથે પકડાઈ જતા પત્નીને મારી હતી કારની ટક્કર
ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. જાણો શું છે આરોપ.
મુંબઈઃ ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા કે જેમણે ભૂતિયાપા, દેહાતી ડિસ્કો વગેરે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે તેમના પર પત્નીને કારથી જાનલેવા ટક્કર મારવાનો આરોપ લાગ્યો ત્યારબાદ હવે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. ગાડીની ટક્કરથી હાલમાં કમલ કિશોરની પત્ની ગંભીર રીતે ઘાયલ છે.

'બીજી મહિલા સાથે રોમાંસ કરતા જોયા ત્યારબાદ...'
પત્નીએ ફરિયાદ નોંધાવીને કહ્યુ કે તેણે ખુદ બીજા કોઈની સાથે કમલને રોમાન્સ કરતા જોયા હતા ત્યારબાદ તેમણે ગાડી રોકવાની કોશિશ કરીને બારીના કાચમાંથી તેમને બોલાવવાની કોશિશ કરી. કમલ કિશોર મિશ્રાની પત્નીએ કહ્યુ, 'બંનેને સાથે જોતાં જ મે કારનો કાચ પછાડ્યો અને કાચ નીચે કરવા કહ્યુ. મે કહ્યું કે મારે કંઈક વાત કરવી છે પરંતુ કમલ કિશોર મિશ્રાએ મારી વાત ન સાંભળી અને કાર ફેરવીને ભાગવા લાગ્યા. મે કાર રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે મારી વાત ન માની અને મારા પર કાર ચડાવી દીધી. આ ઘટનાને કારણે મને માથામાં ઘણી ઈજા થઈ છે.'

'તલાક તલાક તલાક' કહીને કાઢી મૂકી
કમલની પત્ની યાસ્મીને ફરિયાદમાં કહ્યુ કે એ જ્યારે ઘરે પહોંચી તો તેનો પતિ ગાડીમાં બેસીને પોતાની ગાડીમાં બેસીને મૉડલ આયશા સુપ્રિયા મેનન સાથે રોમાંસ કરી રહ્યો હતો. જ્યારે યાસ્મીને તેમને જોઈ લીધા ત્યારે તેણે તેના પર ગાડી ચડાવવાની કોશિશ કરી. મારા માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. અમારો સંબંધ 9 વર્ષનો છે પરંતુ એ વ્યક્તિએ 9 સેકન્ડ પણ મારા માટે ન વિચાર્યુ. યાસ્મીને પતિ પર આરોપ લગાવ્યો છે કે તેનો પતિ નવી છોકરીઓને તેના પ્રેમની જાળમાં ફસાવે છે અને તેણે અત્યાર સુધી ઘણી છોકરીઓની જિંદગી બગાડી છે. યાસ્મિને વધુમાં કહ્યુ કે મારી પાસે પુરાવા છે કે આયેશા સુપ્રિયાએ 6 માર્ચે કમલ કિશોર મિશ્રા સાથે લગ્ન કર્યા અને મને માર મારીને ઘરમાંથી કાઢી મુકી. તેમણે મને 'તલાક તલાક તલાક' કહીને કાઢી મૂકી.

કમલ કિશોરે હજુ સુધી કોઈ નિવેદન આપ્યુ નથી
જો કે આ મામલે કમલ કિશોર મિશ્રાનુ કોઈ નિવેદન આવ્યુ નથી. તેણે અત્યાર સુધીમાં ભૂતિયાપા, ફ્લેટ નંબર 420, શર્મા જી કી લગ ગયી, દેહતી ડિસ્કો, ખલી બલી જેવી ઘણી ફિલ્મો બનાવી છે. હવે જોવાનુ એ રહે છે કે કમલ કિશોર મિશ્રા આ મામલે શું નિવેદન આપે છે. તમને જણાવી દઈએ કે કમલ અને યાસ્મીનની મુલાકાત એક ભોજપુરી ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. થોડા દિવસો મિત્રો રહ્યા અને પછી કમલ કિશોર 20 ફેબ્રુઆરી 2014ના રોજ મુસ્લિમ બન્યો અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ યાસ્મીન સાથે લગ્ન કર્યા. બંનેએ બાંદ્રા કોર્ટમાં લગ્ન કર્યા હતા. યાસ્મીન કહે છે કે તેની પાસે નિકાહનામુ છે.
|
કારની ટક્કરનો વીડિયો થયો જાહેર
સમાચાર એજન્સી ANIએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગ એરિયામાં એક મહિલા કારના ડ્રાઈવરને રોકે છે પરંતુ તે રોકાતો નથી. પહેલા તે કારથી ટક્કર મારે છે અને પછી મહિલા પડી જાય છે અને પછી કારનુ આગળનુ પૈડુ એ મહિલા પર ચડાવી દે છે. આ દરમિયાન એક પુરુષ દોડતો આવે છે અને મહિલાને કારની નીચેથી બહાર કાઢે છે. આ ઘટના 19 ઓક્ટોબરે પશ્ચિમ અંધેરીમાં રહેણાંક મકાનના પાર્કિંગ એરિયામાં બની હતી.












Click it and Unblock the Notifications
