Video : પલક તિવારી સાથે કારમાં કાંડ છુપાવતો જોવા મળ્યો ઈબ્રાહિમ અલી ખાન, વીડિયો વાયરલ
છેલ્લા કેટલાક સમયથી સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી તેના અફેરની ચર્ચામાં છે. હાલમાં જ તે અભિનેત્રી પલક તિવારી સાથે જોવા મળ્યો હતો.
ઈબ્રાહિમ અલી ખાન છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસ પલક તિવારી સાથે જોવા મળી રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી રિલેશનશિપમાં હોવાની અટકળો વચ્ચે બંનેએ ક્યારેય કેમેરા સામે આ વાતનો સ્વીકાર કર્યો નથી, પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીને એકસાથે જોયા પછી જ લોકો તેમની ડેટિંગની અફવાઓ વિશે ચર્ચા કરવા લાગ્યા છે. બંનેએ ફરી એકવાર પોતાના સંબંધોની અફવાઓને વેગ આપ્યો છે. 31મી ડિસેમ્બર 2023ની રાત્રે પલક અને ઇબ્રાહિમ ન્યૂ યર પાર્ટીમાં એન્ટ્રી કરતા જોવા મળ્યા.
ઈબ્રાહીમ અલી ખાન અને પલક તિવારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈબ્રાહિમ અલી ખાન પાપારાઝીને જોઈને પોતાનો ચહેરો છુપાવતો જોવા મળે છે.
વીડિયોમાં સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહીમ અલી ખાન અને અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી કારની પાછળની સીટ પર બેઠેલા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
