Video : ખરેખર પ્રેગ્નન્ટ છે કેટરીના કૈફ? એરપોર્ટ વીડિયોમાં થઈ ગયો ખુલાસો
છેલ્લા ઘણા સમયથી સમાચારો આવી રહ્યાં છે કે કેટરિનાૈ કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ સમાચારોની કોઈ અધિકારિક પૃષ્ઠી નથી થઈ પરંતુ હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ વિક્કી કૌશલ અનંત અંબાણીના સંગીત સેરેમનીમાં એકલો પહોંચ્યો હતો. આ પછી અહેવાલો આવવા લાગ્યા હતા કે અભિનેત્રી તેની પ્રેગ્નન્સીના કારણે હાજરી આપી શકી નથી. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કેટરિના કૈફ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયોના કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. ગઈકાલે અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કેટરીનાનો લુક જોઈને તે ફરી એકવાર પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં આવી ગઈ છે.
કેટરિના કૈફ છેલ્લા કેટલાક દિવસોથી લાઈમલાઈટથી દૂર છે. તે જર્મનીમાં હોવાના સમાચાર હતા. આ સ્થિતિમાં તે લાંબા સમય બાદ જોવા મળી છે. આ સમય દરમિયાન તે ઓવર સાઈઝ સફેદ શર્ટ અને બ્લેક જીન્સ સાથે હળવા વાદળી જોગર્સ પહેરેલી જોવા મળી હતી. કેટરિનાનો લૂઝ વ્હાઈટ શર્ટ જોયા બાદ ચાહકો પૂછવા લાગ્યા કે શું અભિનેત્રી પ્રેગ્નન્ટ છે.
કેટરિના કૈફના વીડિયો પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, તેણી પ્રેગ્નેન્ટ છે? બીજાએ લખ્યું કે, લાગે છે કે તે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, હાલમાં વિક્કી કૌશલને કેટરિના કૈફની પ્રેગ્નન્સી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આપણ ખરાબ સમાચાર લાવી રહ્યા છીએ તેનો આનંદ લઈએ. જ્યારે સારા સમાચાર આવશે ત્યારે અમે ખુદ આપીશુ.
જણાવી દઈએ કે વિકી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝ 19 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે પહેલીવાર તૃપ્તિ ડિમરી સાથે સ્ક્રીન શેર કરશે.












Click it and Unblock the Notifications
