Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : ધનશ્રી વર્માને છોડીને અન્ય હસીનાના પ્રેમમાં છે યુજવેન્દ્ર ચહલ? કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?

Yuzvendra Chahal Dhanashree Verma : ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ચહલ તેની તેની પત્ની ધનશ્રી વર્મા સાથે ડિવોર્સ લઈ રહ્યો છે.

હાલમાં જ બન્નેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા વચ્ચે યુજવેન્દ્ર ચહલ અન્ય એક હસીના સાથે જોવા મળતા નવી ચર્ચા શરૂ થઈ છે.

Yuzvendra Chahal Dhanashree Verma

હાલ યુજવેન્દ્ર ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચહલ મુંબઈની એક હોટલમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે.

ચહલે વ્હાઈટ ઓવરસાઈઝનું ટી-શર્ટ અને બેગી લાઈટ બ્લુ જીન્સ પહેર્યું છે તો તેની સાથે હાજર યુવતી ઘેરા લીલા રંગની ઓવરસાઈઝ સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી હતી. ચહલ સાથે હાજર યુવતી વિશે ઓનલાઈન કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અહીં ચહલ કેમેરાથી બચતો જોવા મળ્યો.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા. અગાઉ 2022 માં કપલે તેમના લગ્નજીવનમાં સમસ્યાઓનો સંકેત આપ્યો હતો. ધનશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સરનેમ હટાવી હતી.

જો કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંનેએ હજુ સુધી આ અફવાઓ પર જાહેરમાં પ્રતિક્રિયા આપી નથી. ચહલે ડિસેમ્બર 2020 માં ગુરુગ્રામમાં મુંબઈ સ્થિત ડેન્ટિસ્ટ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા.

ધનશ્રી વર્માના ઓનલાઈન ડાન્સ ક્લાસ માટે YouTube પર સાઈન અપ કર્યું ત્યારે તેની પ્રેમ કહાની શરૂ થઈ . બંને વચ્ચે એક મજબૂત બોન્ડ રચાયો અને છેવટે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં તેઓએ લગ્ન કરી લીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X