VIDEO: ફૂલ સિક્યોરિટી સાથે મુંબઈ પાછી આવી કંગના રનોત, સાથે છે રંગોલી અને ભત્રીજો પણ

બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત પોતાના મનાલી સ્થિત ઘરમાં લાંબો સમય વીતાવ્યા બાદ મુંબઈ પાછી આવી છે.

નવી દિલ્લીઃ Kangana Returns Mumbai: બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત પોતાના મનાલી સ્થિત ઘરમાં લાંબો સમય વીતાવ્યા બાદ મુંબઈ પાછી આવી છે. તેમનો મુંબઈ એરપોર્ટ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. કંગના સાથે તેની બહેન રંગોલી અને ભત્રીજો પૃથ્વી પણ છે. અભિનેત્રી સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી હાજર છે. મુંબઈ પાછા આવતી વખતે કંગના લૉંગ ફિટેડ સ્કર્ટમાં દેખાઈ, જેની સાથે તેણે ગ્રે-વ્હાઈટ ટૉપ અને બુટ્સ પહેર્યા છે. સાથે તેમણે એક લૉંગ ટ્રેન્સ કોટ પણ પહેર્યો છે. કંગનાનો આ લુક ઘણો અલગ દેખાઈ રહ્યો છે. તેણે આ દરમિયાન માસ્ક પણ પહેરી રાખ્યુ.

kangana

અન્ય ફોટામાં કંગના સાથે ગાડીની અંદર રંગોલી અને તેનો દીકરી પૃથ્વી પણ છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકસ્માત મોત બાદ કંગના રનોત અચાનક જ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવી હતી. એક તરફ જ્યાં તેમણે મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)થી કરી. વળી, બીજી તરફ કહ્યુ કે તે અહીં સુરક્ષિત નથી અનુભવતી. ત્યારબાદ શિવસેના નેતા સંજય રાઉત અને શહેરના રહેવાસી અન્ય ઘણા લોકોએ કંગનાની ટીકા કરી. તેમણે કંગનાને મુંબઈ પાછા આવવા સુધીનો પણ પડકાર આપી દીધો. કંગના બાદમાં મુંબઈ પાછી આવી પરંતુ ત્યારે જ્યારે કેન્દ્ર સરકારે તેમને વાઈ-પ્લસ સિક્યોરિટી આપી.

આ વર્ષે તેણે સપ્ટેમ્બરે મુંબઈ પાછા આવવા પર ટ્વિટરમાં કહ્યુ હતુ, 'હું જોઈ રહી છુ કે ઘણા લોકો મને મુંબઈ ન આવવાની ધમકી આપી રહ્ય છે માટે મે નિર્ણય કર્યો છે કે હું આવનારા સપ્તાહમાં 9 સપ્ટેમ્બરે મુંબઈ જઈશ. જ્યારે હું મુંબઈ એરપોર્ટ પર ઉતરીશ તો પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લો.' આ સાથે જ તેમણે સાંસદ પ્રવેશ સાહિબ સિંહના ટ્વિટના જવાબ આપીને કહ્યુ હતુ, 'શું મુંબઈ માત્ર એક વ્યક્તિથી સંબંધિત છે? મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યુ છે.' જો કે જ્યારે કંગના મુંબઈ આવી તો તેણે જોયુ કે બીએમસીએ તેમના પાલી હિલવાળા ઘરમાં તોડફોડ કરી છે. કંગનાએ આ વિશે કહ્યુ હતુ કે બીએમસીની આ કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X