નાના પાટેકરે પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર કર્યા પ્રહાર
ઉરી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલીવુડ અભિનેતા નાના પાટેકરએ મહત્વની ટિપ્પણી કરી છે.

જાણો શું કહ્યું નાનાએ
નાના પાટેકરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પત્રકારોને કહી રહ્યા છે કે પાકિસ્તાની કલાકારો પછી, પહેલા આપણો દેશ, દેશ સિવાય હું કોઇને જાણતો નથી અને જાણવા માંગતો પણ નથી. તેમણે આગળ કહ્યું કે કલાકાર દેશ સામે ખટમલ સમાન છે.
સૌથી પહેલા દેશ છે
દેશ પછી જો કંઇક છે તો વાત કરો. તેમણે ઇશારામાં સલમાન ખાન પર નિશાનો સાધતા કહ્યું કે આપણે તો એક્ટર છીએ, બહુ મામૂલી અને નકલી લોકો. તેમણે જણાવ્યું કે જવાનોથી મોટા કોઇ હીરો ન હોઇ શકે. નાનાએ ઉમેર્યુ કે, તેના પર ધ્યાન ન આપો. એક્ટરોને જેટલુ મહત્વ મળે છે તેટ્લી તેમની હેસિયત છે નહિ.
First Uri and Now #Baramulla. So now what's Bollywood stand? Salute Bollywood legend Nana Patekar for bashing Pro-Pak lobby in Film Industry pic.twitter.com/uebquNr6nx
— Anshul Saxena (@AskAnshul) October 2, 2016
સલમાનના પક્ષ
સલમાન, નવાઝુદ્દીને કર્યુ હતુ સમર્થન તમને જણાવી દઇએ કે સલમાનખાને પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાના પક્ષમાં કહ્યું હતું કે એ લોકો અહીં વિઝા લઇને કામ કરવા આવે છે. સલમાને કહ્યું હતું કે કલાકારો અને આતંકવાદીઓ અલગ હોય છે. આ મુદ્દે નવાઝુદ્દીન સીદ્દીકીએ પણ સલમાનની હા માં હા મીલાવી હતી.












Click it and Unblock the Notifications
