VIDEO : ગિલ કે પંડ્યા નહીં પરંતુ આ ક્રિકેટરની દિવાની છે અનન્યા પાંડે, જોઈ લો ખુદ
Ananya Pandey : અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ બાદ હાલમાં જ તેનું નામ હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ સાથે જોડાયુ છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ સાથે અફેરની ચર્ચા વચ્ચે અનન્યા પાંડે કોઈ અન્ય ક્રિકેટરના પ્રેમમાં દિવાની છે. આ વાતનો ખુલાસો ખુદ અનન્યાએ કર્યો છે.

હાલમાં જ અનન્યા પાંડેને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તેનો ઓલ ટાઈમ સ્પોર્ટ્સ પર્સન કોણ છે? તેના પર અનન્યાએ સમય બગાડ્યા વિના વિરાટ કોહલીનું નામ લઈ લીધું.
જણાવી દઈએ કે, શુભમન ગિલ અને અનન્યાના એડ શૂટનો વીડિયો સામે આવ્યો ત્યારે બંનેનો એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ વીડિયોમાં શુભમન ગિલ અભિનેત્રી અનન્યા પાંડેને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ બંનેએ શૂટ કરેલી જાહેરાત કોઈ ઓડિયો કંપનીની હતી.
આ વીડિયોને જોઈને લોકોએ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે અનન્યા નસીબદાર છે કે તેને પ્રિન્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો. ગિલનું ઉપનામ પ્રિન્સ છે.
.@ananyapandayy named Virat Kohli as her favorite sportsperson of all time! 🌟@imVkohli • #ViratKohli • #ViratGang pic.twitter.com/qlEc9qqZXo
— ViratGang.in (@ViratGangIN) September 13, 2024
આ પહેલા અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જ્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંને ડાન્સ કરી રહ્યા હતા. પંડ્યા અને અનન્યાના આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો. ત્યારે પણ પંડ્યા અને અનન્યા વિશે ઘણી વાતો શરૂ થઈ હતી.












Click it and Unblock the Notifications
