Video: સારા અલી ખાનનો એક જૂનો વીડિયો, જોઈને તમે પણ ખુશ થઈ જશો

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનનો એક ખૂબ જ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનનો એક ખૂબ જ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો સારાના બાળપણનો છે. જ્યાં સારા પોતાના પિતા સૈફ અલી ખાન સાથે રમતી દેખાઈ રહી છે. આ વીડિયો સારાના કોઈ ફેન ક્લબે શેર કર્યો છે જે જોતજોતામાં દરેક જગ્યાએ વાયરલ થઈ ગયો છે. ફેન્સ આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

બાળપણના ઘણા કિસ્સા શેર કર્યા

બાળપણના ઘણા કિસ્સા શેર કર્યા

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે સારા હંમેશાથી પોતાના પિતાની ખૂબ નજીક રહી છે. કૉફી વિથ કરણમાં પણ આવીને સારાએ પોતાના બાળપણના ઘણા કિસ્સા શેર કર્યા હતા અને જણાવ્યુ હતુ કે પિતા તેના દોસ્તની જેમ છે. કેદારનાથ અને સિંબા જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલી સારા અલી ખાનનો આ ક્યુટ અંદાજ ફેન્સને ઘણો ગમી રહ્યો છે. એક ફેને સારાના વીડિયો પર કમેન્ટ કરી, ‘બાળપણમાં પણ સારા એટલી જ ક્યુટ હતી જેટલી અત્યારે છે...' જો કે અમે પણ આ વાતથી સંપૂર્ણપણે સંમત છીએ.

‘હેપ્પી ફાધર્સ ડે અબ્બા

થોડા દિવસો પહેલા ફાધર્સ ડેના પ્રસંગે પણ સારાએ સૈફ અલી ખાન સાથે પોતાના બાળપણના અમુક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા... અને લખ્યુ હતુ - ‘હેપ્પી ફાધર્સ ડે અબ્બા... હંમેશા મારી સાથે રહેવા અને હોલીડે પર મારા બેસ્ટ પાર્ટનર બનવા, મને ભણાવવા, મને પહેલા વરસાદ અને બરફ બતાવવા અને મને પ્રેમ કરવા માટે આભાર..'

સારા ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં જોવા મળશે

સારા ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં જોવા મળશે

ફિલ્મોની વાત કરીએ તો પહેલી બે ફિલ્મોમાંથી પ્રશંસા મેળવ્યા બાદ હવે સારા ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં સારા સાથે છે કાર્તિક આર્યન. વળી, વરુણ ધવન સાથે કૂલી નંબર 1 રીમેકમાં પણ સારા ફાઈનલ છે. ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરશે. આ બંને ફિલ્મો 2020માં રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X