Video : Oops મોમેન્ટનો શિકાર થતા સહેજ બચી ગઈ જ્હાન્વી કપૂર, જુઓ વીડિયો

અભિનેત્રી જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે વરૂણ ધવન સાથે જોવા મળવાની છે. જો કે ફિલ્મની ચર્ચા વચ્ચે હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જ્હાન્વી કપૂરના વર્કઆઉટ દરમિયાનનો છે.

જ્હાન્વી કપૂર પોતાને ફિટ રાખવા માટે સતત જીમમાં પરસેવો પાડે છે. તે તેના વર્કઆઉટને ક્યારેય છોડતી નથી. હવે તેની સાથે વર્કઆઉટ કરતી વખતે કંઈક એવું બન્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

jhanvi

આ વીડિયો જ્હાન્વી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ઓરેંજ શોર્ટ્સ અને ટોપમાં જોવા મળી રહી છે.

વર્કઆઉટ વખતે પગની કસરત દરમિયાન તે સંતુલન કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડતા પડતા પોતાની જાતને સંભાળે છે. જ્હાન્વી આ વાતથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે તેના મોં પર હાથ રાખીને એક બાજુ ઉભી રહે છે.

અભિનેત્રીના આ વર્કઆઉટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પર યુઝર્સ જ્હાન્વીની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક જાહ્નવીના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું તે, આ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેણે તે સારી રીતે કર્યું. અન્ય એક યુઝરે લખ્યું કે, જે લોકો મજાક ઉડાવી રહ્યા છે હું તેમને કહીશ કે જો તમે જાતે પ્રયાસ કરો તો તમને ખબર પડશે કે આ કેટલું મુશ્કેલ છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાને ફિટ રાખવા જીમમાં સખત પરસેવો પાડે છે. બોલિવૂડમાં જ્હાન્વીની ફિટનેસના ખુબ વખાણ થાય છે. તેના ફિગરના લોકો દિવાના છે.

જ્હાન્વીની ફિલ્મો વિશે વાત કરીએ તો તે 21 જુલાઈએ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ બબાલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X