Video : હોટ એન્ડ બોલ્ડ લુકમાં ભારત પહોંચી પ્રિયંકા ચોપરા, ફોટો-વીડિયો વાયરલ
ખૂબસૂરત અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં હોલિવૂડમાં પોતાની ખૂબસૂરતીનો જાદુ ફેલાવી રહી છે. બોલ્ડ ફેશન માટે જાણીતી પ્રિયંકા હાલમાં જ અલ્ટ્રા હોટ અવતારમાં ભારત પહોંચી હતી.
કઝિન સિસ્ટર પરિણીતી ચોપરાના લગ્ન મિસ કર્યા બાદ પ્રિયંકા ભારત પહોંચી છે. હાલમાં જ પ્રિયંકા મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી હતી. અહીંથી તેનો અલ્ટ્રા બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પ્રિયંકા ચોપરાનો આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દેશી ગર્લ પ્રિયંકા બોલ્ડ બ્લેક ક્રોપ ટોપ, બ્લેક ઓવરકોટ અને ગ્રે જોગર્સમાં જોવા મળી રહી છે.
પ્રિયંકાના સ્પોર્ટી લુકને ફેન્સમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સે એક્ટ્રેસના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં તેના લુક અને ખાસ કરીને તેની ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે.
જો કે કેટલાર યૂઝર્સ પ્રિયંકાને બહેન પરિણીતીના લગ્નમાં ન આવવા પર સવાલ પણ કરી રહ્યા છે. કેટલાકે પ્રિયંકાના લુક અને સુંદરતાના વખાણ કર્યા છે. યુઝર્સ રેડ હાર્ટ ઇમોજી દ્વારા પ્રિયંકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા MAMI ફિલ્મ ફેસ્ટિવલ માટે મુંબઈ પહોંચી છે. આ ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને 5 નવેમ્બર સુધી ચાલશે. ગઈ વખતે પ્રિયંકા તેની પુત્રી માલતી મેરી અને પતિ નિક જોનાસ સાથે મુંબઈ પહોંચી હતી.
આ વખતે તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી. પ્રિયંકા આવતાની સાથે જ તેણે હાથ જોડીને પાપારાઝીનું સ્વાગત કર્યું. પ્રિયંકાની આ સ્ટાઈલ જોઈને ફરી એકવાર એક્ટ્રેસના ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
