For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃદ્ધ હાથ ફેલાવતો રહ્યો, શ્રદ્ધા કપૂર ઈગ્નોર કરીને ફોન પર વાત કરતી રહી, ફેન્સ ભડક્યા, જુઓ Video

વીડિયોમાં શ્રદ્ધા કપૂરે જે કર્યુ તેને જોઈને ઘણા યુઝર્સ નારાજ થયા છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરે એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરવાનો ઈનકાર કરી દીધો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ સેલેબ્ઝ જ્યારે પણ રસ્તામાં દેખાય ત્યારે કેમેરામાં કેદ જરૂર થઈ જાય છે. ઘણી વાર એવા પણ વીડિયો સામે આવે છે જેને જોયા બાદ સેલેબ્ઝને ટીકાનો સામનો કરવો પડે છે. આવા જ એક વીડિયોના કારણે શ્રદ્ધા કપૂરને ટ્રોલ થવુ પડ્યુ છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં ઘણા પ્રોજેક્ટમાં બિઝી છે. પાપારાઝી ઘણી વાર તેને કેમેરામાં કેદ કરે છે. થોડા દિવસ પહેલા જ શ્રદ્ધા કપૂરને એક રેસ્ટોરાની બહાર જોવામાં આવી. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરે જે કર્યુ તેને જોઈને ઘણા યુઝર્સ નારાજ થયા છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરે એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરવાનો ઈનકાર કરી દીધો.

શ્રદ્ધાનુ વર્તન લોકોને ન ગમ્યુ

શ્રદ્ધાનુ વર્તન લોકોને ન ગમ્યુ

શ્રદ્ધા કપૂરનુ આ વલણ ઘણા યુઝર્સને ગમ્યુ નહિ. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર પોતાના દોસ્તો સાથે મુંબઈની જૂહુ સ્થિત એક રેસ્ટોરાંની બહાર દેખાઈ જેનો પાપારાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

શ્રદ્ધા કપૂરનો વીડિયો

શ્રદ્ધા કપૂરનો વીડિયો

શ્રદ્ધા કપૂર રેસ્ટોરાંમાંથી બહાર નીકળે છે ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ આવે છે જે તેની મદદ માંગવા માટે પહોંચી જાય છે. શ્રદ્ધા કપૂર તેના પર ધ્યાન નથી આપતી. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરનુ ધ્યાન જ્યારે આ વૃદ્ધ પર જાય છે ત્યારે તે તેમની આગળ હાથ જોડે છે અને ઝૂકીને તેમની માફી માંગે છે.

શ્રદ્ધા કપૂર આ હરકત પર થઈ ટ્રોલ

શ્રદ્ધા કપૂર આ હરકત પર થઈ ટ્રોલ

શ્રદ્ધા કપૂર જાણે કે એમ બોલી રહી છે કે તેને આપવા માટે તેની પાસે કંઈ નથી. શ્રદ્ધા કપૂર પહેલી વાર આ વૃદ્ધને જોઈને તેમને ઈગ્નોર કરી દે છે. એક યુઝરે શ્રદ્ધા કપૂરનુ વર્તન જોઈને લખ્યુ છે કે આટલા મોટા લોકો છે એક ગરીબની મદદ નથી કરી શકતા. એક યુઝરે લખ્યુ કે 100 રૂપિયા આપી દેવાતા, તારી પ્રોપર્ટી નહોતી માંગી.

યુઝરે શ્રદ્ધા કપૂરને ઝાટકી

એક યુઝરે શ્રદ્ધા કપૂરને ઝાટકીને વીડિયોમાં લખ્યુ છે કે આટલા કરોડો કમાય છે પરંતુ કાકાને એક જમવાનુ પાર્સલ ન આપી શકી. કમસે કમ ખાવાનુ તો આપી શકેને. દુનિયામાં લોકો આટલા સ્વાર્થી કેમ થઈ રહ્યા છે. એક યુઝરે તો એ પણ લખ્યુ કે શું ફાયદો આટલી મોટી બેગનો જ્યારે 10 રૂપિયા પણ એમાં ના હોય.

English summary
Video: Shraddha Kapoor trolled for ignoring poor man for help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X