વિદ્યા બાલનને કોણ શીખવાડશે ફૅશનનું જ્ઞાન?

મુંબઈ, 7 ઑક્ટોબર : ફિલ્મ જગતમાં ભલે વિદ્યાએ કેટલુંય નામ અને પ્રસિદ્ધિ મેળવ્યા હોય, પણ ફૅશનનું જ્ઞાન તેમને હજી સુધી નથી થયું. તેઓ પોતાના લુક અંગે ઘણા એક્સપેરિમેંટ કરતાં રહે છે. હજી તાજેતરમાં જ એક ઇવેંટમાં વિદ્યા લાલ રંગના વિચિત્ર કપડામાં દેખાયાં. વિદ્યાનો આ અવતાર જોવામાં જ આશ્ચર્યકારક હતો. આ ઇવેંટ હતું રાંકા જ્વૅલર્સનું કે જે અંગેની પ્રેસ કૉન્ફરંસમાં વિદ્યા બાલન લાલ તથા લીલા રંગની કુરતી તથા સ્કર્ટ પહેરી આવ્યા હતાં. આ ફુલ સ્લીવની કુર્તી તથા ગોલ્ડન લહેંગાની ડિઝાઇન વૈશાલી એસ દ્વારા તૈયાર કરાઈ હતી.

vidya

લાલ રંગની કુરતી વિદ્યા ઉપર થોડીક વિચિત્ર લાગતી હતી. આપ પોતે પણ જોઈ શકો છો કે આ કુરતી વિદયાને કેટલી ટાઇટ થઈ રહી છે. કુરતી પર સ્કર્ટ પહેરી વિદ્યા કોણ જાણે કસું ફૅસન ટ્રેડ સેટ કરવા માંગતા હતાં. વિદ્યાએ પોતાના લાલ તેમજ લીલા રંગના કપડા સાથે મોતીની માળા તથા સોનાના આભૂષણ પહેરી રાખ્યા હતાં. મોતીની સામાન્ય માળા સાથે ગોલ્ડન પેંડંટ તેમની ઉપર રુચતુ હતું. ઉપરાંત ઝુમકા સાથે આંગળીઓમાં એક ભારે રિંગ તથા હાથોએ સોનાના પાટલા હતાં. પોતાના આ દેસી લુકને સમ્પૂર્ણ કરવા માટે વિદ્યા બાલન માથે ચાંદલો કરવાનો કેમ ભૂલત?

મેક-અપમાં વિદ્યા બાલન ખૂબ જ સિમ્પલ દેખાયાં કે જેમાં તેમણએ માત્ર ગાલોએ રૂઝ તથા હોઠોએ ગ્લૉસી લિપસ્ટિક લગાવી રાખી હતી. વિદ્યાની હૅરસ્ટાઇલની વાત કરીએ, તો તેમણે જે રીતે વચ્ચેથી માંગ કાઢી અંબોડો બનાવ્યો હતો. તે સમ્પૂર્ણ આઉટડેટેડ થઈ ચુક્યો છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ વિદ્યા બાલન પોતાના લહેંગામાં ખૂબ જ ફીકા દેખાયા હતાં. અમને લાગે છે કે વિદ્યાએ જગત ભરના એક્સપેરિમેંટમાંથી હવે બચવું જોઇએ અને પોતાનું જૂનુ ફૅશન ટ્રેન્ડ જ અપનાવવું જોઇએ. હા જી, એ જ સાડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X