OMG!!! વિદ્યા બાલનને બીજી Love Story પાસે ઘણી આશાઓ છે...!
મુંબઈ, 12 સપ્ટેમ્બર : એ પહેલા કે તમે એમ વિચારતા થાઓ કે વિદ્યા બાલનના પરિણીત જીવનમાં કંઇક થયું છે અને વિદ્યાની બીજી પ્રેમ-કહાણી સામે આવી ગઈ છે, આપને બતાવી દઇએ કે આવું કંઈ જ ન વિચારતાં, કારણ કે અહીં અમે વિદ્યાની લવ સ્ટોરી ફિલ્મની વાત કરી રહ્યા છીએ.
બૉલીવુડના સશક્ત અભિનેત્રીઓમાં ગણાતા વિદ્યા બાલન લગ્ન બાદ એક હિટ ફિલ્મ માટે તલસી રહ્યા છે. પહેલા શાદી કે સાઇડ ઇફેક્ટ્સ અને પછી બૉબી જાસૂસ જેવી ફ્લૉપ ફિલ્મો આપનાર વિદ્યા બાલન કહે છે કે ભટ્ટ કૅમ્પની આગામી ફિલ્મ હમારી અધૂરી કહાની પાસે તેમને ઘણી આશાઓ છે.
વિદ્યાએ જણાવ્યું કે તેમણે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ પરિણીતા બાદ એક પણ લવ સ્ટોરિકલ ફિલ્મમાં કામ નથી કર્યું. તેથી તેમને તેમની આગામી ફિલ્મ હમારી અધૂરી કહાની પાસેથી ઘણી આશાઓ છે. આ એક ગંભીર અને હૃદયસ્પર્શી લવ સ્ટોરી છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે.
નોંધનીય છે કે વિદ્યા ભટ્ટ પહેલી વખત ભટ્ટ કૅમ્પ સાથે કામ કરી રહ્યાં છે. હમારી અધૂરી કહાનીનું દિગ્દર્શન કરશે આશિકી 2 ફૅમ મોહિત સુરી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પૂરા 14 વરસ બાદ સ્ક્રિપ્ટ લખવાં જઈ રહ્યાં છે અને તે પણ વિદ્યા બાલન માટે. અગાઉ તેઓ શબાના આઝમીને કેન્દ્રમાં રાખી ફિલ્મો લખતા હતાં, પરંતુ આ વખતે આ સૌભાગ્ય વિદ્યાને હાસલ થયો છે.
ચાલો તસવીરો સાથે જાણીએ હમારી અધૂરી કહાની વિશે વધુ વિગતો :

મોહિત સુરી
વિદ્યાએ જણાવ્યું - મોહિત સુરી તેવા દિગ્દર્શક છે કે જેમના કામનો હું ખૂબ આનંદ માણુ છું. મહેશ ભટ્ટ સાહેબ સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. તેથી બધુ બહુ સારી રીતે થશે.

વિદ્યા-ઇમરાન
હમારી અધૂરી કહાની ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમીની જોડી હશે. બંનેની આ ત્રીજી ફિલ્મ હશે.

ભટ્ટના જીવન પર આધારિત
કહે છે કે હમારી અધૂરી કહાની ફિલ્મ મહેશ ભટ્ટના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 8મી જૂન, 2015ના રોજ રિલીઝ થશે.

શબાનાથી વિદ્યા સુધી
મહેશ ભટ્ટે અગાઉ શબાના આઝમી માટે વાર્તા લખી હતી અને હવે વિદ્યા માટે તેમણે કલમ ઉઠાવી છે.

વિદ્યાની બીજી લવ સ્ટોરી
વિદ્યાએ જણાવ્યું કે તેમણે પોતાની ડેબ્યુ લવ સ્ટોરિકલ ફિલ્મ પરિણીતા બાદ એક પણ એવી ફિલ્મ નથી કરી. આમ હમારી અધૂરી કહાની વિદ્યાની બીજી લવ સ્ટોરિકલ ફિલ્મ હશે.

ચોથા ખાન
બૉલીવુડમાં ચોથા ખાનની ઉપાધિ જો વિદ્યા બાલનને અપાતી હોય, તો તેમાં ખોટું નથી. વગર ઝીરો સાઇઝે અને કાતિલ અદાઓએ થિયેટરોમાં લોકોને પોતાની ફિલ્મ તરફ ખેંચનાર અભિનેત્રી વિદ્યા બાલન જ છે. વિદ્યાના બળે ફિલ્મો ચાલે છે.

બોલ્ડ સબ્જેક્ટ
હમારી અધૂરી કહાની ફિલ્મની વાર્તા બહુ બોલ્ડ છે કે જેના માટે વિદ્યાને પરફેક્ટ જણાવાયાં છે. એમ પણ વિદ્યા બોલ્ડ પાત્રો ભજવતાં આવ્યાં છે.

કહાનીની રીમેક
ભારતીય ફિલ્મ નિર્માણ કમ્પની યશ રાજ ફિલ્મ્સની આંતરરાષ્ટ્રીય શાખા વાયઆરએફ એંટરટેનમેંટે આંતરરાષ્ટ્રીય દર્શકો માટે વિદ્યાની સુપરહિટ કહાનીની રીમેક બનાવવાની પણ જાહેરાત કરી છે.

ડેઇટી નામ હશે
કહાની ફિલ્મની હૉલીવુડ રીમેક ફિલ્મનું નામ હશે ડેઇટી.

મહિલા આઇકૉન
વિદ્યા બાલન સશક્ત અભિનેત્રી ગણાય છે અને બૉલીવુડ સહિત દેશમાં તેમની ગણના મહિલા આઇકૉન તરીકે પણ થાય છે.

બે ફ્લૉપ ફિલ્મો
વિદ્યા બાલન લગ્ન બાદ એક હિટ ફિલ્મ માટે તલસી રહ્યા છે. પહેલા શાદી કે સાઇડ ઇફેક્ટ્સ અને પછી બૉબી જાસૂસ જેવી ફ્લૉપ ફિલ્મો આપનાર વિદ્યા બાલન કહે છે કે ભટ્ટ કૅમ્પની આગામી ફિલ્મ હમારી અધૂરી કહાની પાસે તેમને ઘણી આશાઓ છે.













Click it and Unblock the Notifications
