Pics : ઘનચક્કર બનાવી દેશે આ તોફાની પંજાબી કુડી

મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડની ડર્ટી અભિનેત્રી વિદ્યા બાલન હવે દર્શકોને હસાવવા આતુર છે. પોતાની આવનાર ફિલ્મ ઘનચક્કરમાં વિદ્યા બાલન એક મોજીલી પંજાબી કુડીનો રોલ કરી રહ્યાં છે કે જે લોકોને ખૂબ હસાવશે. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મમાં વિદ્યા સાથે ઇમરાન હાશમી પણ છે. રાજકુમાર ગુપ્તા સાથે વિદ્યા બાલન અગાઉ નો વન કિલ્ડ જેસિકા ફિલ્મમાં કામ કરી ચુકી છે.

ઘનચક્કર ફિલ્મને લઈને ઉત્સાહિત વિદ્યાએ જણાવ્યું કે માણસને રવડાવવો તો સરળ છે, પરંતુ હસાવવો બહુ જ મુશ્કેલ છે. જોકે વિદ્યાનું કહેવું છે કે તે પોતાના તરફથી પુરતા પ્રયત્નો કરશે કે તે પોતાના આ કામમાં સફળતા પામે. ઇમરાન સાથે વિદ્યાએ ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.

વિદ્યા બાલન ઘનચક્કર ફિલ્મમાં નીતૂનો રોલ કરી રહ્યાં છે કે જે એક હાઉસ વાઇફ છે. ફિલ્મમાં વિદ્યા એક તોફાની, શરારતી, રમતિયાળ તથા મોજીલી પંજાબી કુડીનો રોલ કરી રહ્યાં છે.

આવો ઘનચક્કર ફિલ્મની તસવીરોમાં જોઇએ વિદ્યા બાલનનો મોજીલો અવતાર.

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

વિદ્યા બાલને ભૂલભુલૈયા, પા, પરિણીતા, ઇશ્કિયાં, ધ ડર્ટી પિક્ચર અને કહાની જેવી ફિલ્મોમાં પડકારરૂપ તેમજ બોલ્ડ પાત્રો ભજવ્યાં છે.

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

જોકે વિદ્યા બાલન લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં એક હળવાફૂલ જેવા પાત્રમાં પણ નજરે પડ્યા હતાં. આ ફિલ્મ કૉમેડીના શેડથી ભરપૂર હતી, પરંતુ વિદ્યાનો રોલ કૉમિક નહોતું.

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

વિદ્યા બાલન હવે રાજકુમાર ગુપ્તાની કૉમેડી ફિલ્મ ઘનચક્કરમાં આવી રહ્યાં છે. લગ્ન બાદ આ તેમની પ્રથમ ફિલ્મ હશે.

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઇમરાન હાશમી અને વિદ્યા બાલન બંનેની ઈમેજ બોલ્ડ છે. તેવામાં ઘનચક્કર જેવી ફિલ્મમાં તેઓ લોકોને હસાવવામાં કેટલાં સફળ થશે, તે જોવા જેવું રહેશે.

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર બનાવશે આ તોફાની પંજાબી કુડી

ઘનચક્કર ફિલ્મના નિર્માતા યૂટીવી મોશનના સિદ્ધાર્થ રૉય કપૂર છે કે જેઓ વિદ્યાના પતિ છે. તાજેતરમાં એવાં પણ સમાચાર આવ્યા હતાં કે આ ફિલ્મમાં વિદ્યાએ પહેરેલાં કપડાંની હરાજી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X