વિદ્યા બાલનથી પણ વધુ HOT છે તેની આ બહેન!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની શાનદાર અભિનેત્રી વિદ્યા બાલન ને બધા ઓળખે છે, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે સાઉથની સુપરસ્ટાર અને બોલિવૂડમાં અનેક આઇટમ સોંગ્સમાં જોવા મળેલી એક્ટ્રેસ પ્રિયામણિ વિદ્યા બાલનની બહેન છે. પ્રિયામણિ વિદ્યા જેટલી જ સુંદર અને હોટ છે, તેને બોલિવૂડમાં ખાસ ઓળખાણ નથી મળી, પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની ખાસી બોલબાલા છે.

સાઉથની મોટી સ્ટાર

સાઉથની મોટી સ્ટાર

પ્રિયામણિ સાઉથની ઘણી મોટી સ્ટાર ગણાય છે. તે ખૂબ બોલ્ડ અને ટેલેન્ટેડ છે. તેના ફેન્સને તેનો બોલ્ડ અવતાર અત્યંત પસંદ છે. તે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ હજુ સુધી તે અહીં પોતાની ઓળખાણ નથી બનાવી શકી.

અનેક આઇટમ સોંગ્સ

અનેક આઇટમ સોંગ્સ

પ્રિયામણિએ બોલિવૂડમાં પગ પેંસારો કરવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. તે વિવિધ આઇટમ સોંગ્સમાં જોવા મળી છે. તેના આઇટમ સોંગ્સ પ્રચલિત પણ થયા છે, આમ છતાં પ્રિયામણિને બોલિવૂડમાં કોઇ નથી ઓળખતું. તે શાહરૂખની સુપરહિટ ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસના એક સોંગ '1 2 3 4'માં જોવા મળી હતી.

વિદ્યાની કઝિન છે પ્રિયામણિ

વિદ્યાની કઝિન છે પ્રિયામણિ

વિદ્યા બાલન અને પ્રિયામણિ કઝિન સિસ્ટર્સ છે. સુપરસ્ટાર પ્રિયામણિનું આખું નામ છે પ્રિયા વાસુદેવ મણિ ઐયર. તેનો જન્મ બેંગ્લોરમાં 4 જૂન, 1984ના રોજ થયો હતો. પ્રિયામણિએ મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને જ્યારે તે 12માં ધોરણમાં હતી ત્યારે એક તમિલ ડાયરેક્ટર દ્વારા તેને ફિલ્મોમાં બ્રેક મળ્યો હતો.

ભણતરની સાથે જ મોડેલિંગ

ભણતરની સાથે જ મોડેલિંગ

તે ભણતી હતી ત્યારથી જ તેણે મોડેલિંગ એસાઇન્મેન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે કાંચીવરમ સિલ્ક સાડી અને ઇરોડ સિલ્કના મોડેલિંગથી શરૂઆત કરી હતી. તેના માતા લથામણિ ભૂતપૂર્વ બેડમિન્ટન પ્લેયર છે.

ફેમિલી બેકગ્રાઉન્ડ

ફેમિલી બેકગ્રાઉન્ડ

પ્રિયામણિ પ્રોપર તમિલ ઐયર ફેમિલિમાંથી આવે છે, તેના પિતાનો પ્લાન્ટેન્શનનો બિઝનેસ છે અને તેની માતા જે ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યાં છે, તે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં બેંક મેનેજર હતા. તેનો એક મોટો ભાઇ પણ છે, જે પિતા સાથે પ્લાન્ટેશન બિઝનેસમાં જ જોડાયેલો છે.

આમિર ખાનની બહેન

આમિર ખાનની બહેન

સાઉથના સૌથી ચર્ચાસ્પદ દલિત વિદ્યાર્થી સાથેના ગેંગ રેપના મામલે પ્રિયામણિએ એક કોન્ટ્રોવર્શિયલ ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું, ભારત દેશ યુવતીઓ માટે સેફ નથી, તેમણે દેશ છોડવો જોઇએ. તેના ટ્વીટ પર લોકોએ તેની ખૂબ આલોચના કરી હતી. ઘણાએ તેને એન્ટિ નેશનલ અને આમિર ખાનની બહેનનું નામ પણ આપ્યું હતું.

ફિલ્મ રાવણ

ફિલ્મ રાવણ

ચેન્નાઇ એક્સપ્રેસ સિવાય તે મણિરત્નમની ફિલ્મ રાવણમાં પણ જોવા મળી હતી. તેણે તમિલ ઉપરાંત મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2006માં તેને એક તમિલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ એનાયત થયો હતો.

એક્ટરને કરે છે રિજેક્ટ

એક્ટરને કરે છે રિજેક્ટ

સુપરસ્ટાર પ્રિયામણિ બોમ્બે જેવી ફિલ્મમાં કામ કરનાર એક્ટર અરવિંદ સ્વામીને રિજેક્ટ કરી ચૂકી છે. તેણે અરવિંદ સાથે ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, આ અંગેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તે ફિલ્મમાં મારા રોલને ઇમ્પોર્ટન્સ આપવામાં નહોતું આવ્યું.

દુબઇમાં રહે છે પ્રિયામણિ

દુબઇમાં રહે છે પ્રિયામણિ

પ્રિયામણિ હાલ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ નથી કરી રહી. તે માત્ર મલયાલમ ફિલ્મો પર ફોકસ કરી રહી છે. તે અત્યંત અપીલિંગ અને એક્સાઇટિંગ રોલ જ એક્સેપ્ટ કરે છે. હાલ તે દુબઇ શિફ્ટ થઇ ગઇ છે.

English summary
Vidya Balan's sister Priyamani is South Indian Superstar and is hotter than her. Check out her pictures.
Please Wait while comments are loading...