અંતિમ સમયમાં પોતાની દત્તક લીધેલી દીકરી માટે ચિંતિત હતી વિદ્યા, કહી હતી આ વાત
એક ઈન્ટરવ્યુમાં વિદ્યાની નજીક ગણાતી અભિનેત્રી ટીના ઘઈએ જણાવ્યુ છે કે તે પોતાના અંતિમ સમયમાં દીકરી માટે ચિંતિત હતી.
'છોટી સી બાત' અને 'રજનીગંધા' જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાથી એક્ટિંગની દુનિયામાં એક ખાસ છાપ છોડનારી અભિનેત્રી વિદ્યા સિન્હા હવે આ દુનિયામાં નથી રહ્યા. ગુરુવારે મુંબઈની એક હોસ્પિટલમાં તેમનુ નિધન થઈ ગયુ છે. એક ઈન્ટરવ્યુમાં વિદ્યાની નજીક ગણાતી અભિનેત્રી ટીના ઘઈએ જણાવ્યુ છે કે તે પોતાના અંતિમ સમયમાં દીકરી માટે ચિંતિત હતી. જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તો તેમણે એ જ કહ્યુ હતુ કે મારા પછી જ્હાનવીનું શું થશે.

દીકરીની ચિંતા
ટીના ઘઈએ જણાવ્યુ કે વિદ્યા પોતાની દીકરી જ્હાનવીને ખૂબ પ્રેમ કરતી હતી. ટીના જ્યારે વિદ્યાને મળવા હોસ્પિટલમાં ગઈ હતી ત્યારે પણ તેણે જ્હાનવી વિશે જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમનુ કહેવુ હતુ કે મારા મર્યા બાદ મારી દીકરી જ્હાનવીનું શું થશે. ટીનાનું કહેવુ છે કે વિદ્યાને પોતાની સતત બગડતી તબિયતનો અહેસાસ થઈ ગયો હતો. એવામાં તેમને ડર હતો કે તેમના મૃત્યુ બાદ જ્હાનવી એકલી પડી જશે.

દત્તક લીધેલી દીકરી છે જ્હાનવી
વિદ્યા સિન્હા અમુક સમયથી ફિલ્મોથી દૂર હતી. તેમની સ્થિતિ સારી નહોતી. તેમની પાસે પાંચ લાખ રૂપિયાનું બેંક બેલેન્સ હતુ એટલા માટે પણ તેમને જ્હાનવીની ચિંતા હતી. જ્હાનવી વિદ્યાની દત્તક લીધેલી દીકરી છે. પોતાની દીકરી જ્હાનવીની ખૂબ નજીક હતી.

વિદ્યાના થયા હતા બે લગ્ન
વિદ્યા સિન્હાએ 1968માં તેમણે વેંકટેશ્વરમ અય્યર સાથે લગ્ન કર્યા હતા. 1996માં અય્યરનું મોત થઈ ગયુ. ત્યારબાદ તેમણે ડૉક્ટર સાલુંખે સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ સંબંધ બહુ સારો ચાલી શક્યો નહિ. 2009માં તેમણે પોતાના બીજા પતિ ડૉક્ટર સાલુંખે પર શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો અને વર્ષ 2011માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હજુ પણ બંને વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
