રિયલ સ્ટોરી પર આધારિત છે વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઘોસ્ટ', Trailer જોઈને જ ડરી જશો

રિયલ સ્ટોરી પર આધારિત છે વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઘોસ્ટ', Trailer જોઈને જ ડરી જશો

રાજ, 1920, હૉન્ટેડ જેવી હૉરર ફિલ્મો આપનાર નિર્દેશક વિક્રમ ભટ્ટ ફરી એકવાર નવી કહાની લઈને દર્શકો સામે આવી રહ્યા છે. વિક્રમ ભટ્ટની આ ફિલ્મનું નામ છે- ઘોસ્ટ. જેમાં સનાયા ઈરાની અને શિવમ ભાર્ગવ મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ 18 ઑક્ટોબરે સિનેમાઘરોમાં દસ્તક આપશે. વાસુ ભગવાનીએ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.

લીડ રોલ

લીડ રોલ

ટીવીની દુનિયામાં નામ કનાવી ચૂકેલ સનાયા ઈરાની આ ફિલ્મમાં લીડ રોલ કરતી જોવા મળશે. જેને લઈ આ ફિલ્મ પ્રત્યે સનાયાના ફેન્સનો ક્રેજ ભારે વધી ચૂક્યો છે. ટ્રેલરથી પણ અંદાજો લગાવી શકાય છે કે સનાયાએ ફિલ્મમાં સારું કામ કર્યું છે.

2011માં ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી હતી

2011માં ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી હતી

ઉલ્લેખનીય છે કે 2011માં ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. પરંતુ વિવિધ કારણોસર ફિલ્મ ટળતી આવી હતી. પહેલા ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ અલગ હતા. હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારે જોવાનું દિલચસ્પ રહેશે કે દર્શક આ હૉરર ફિલ્મથી કેટલા રોમાંચિત થાય છે.

જૂની હૉરર ફિલ્મોની યાદ અપાવશે

જૂની હૉરર ફિલ્મોની યાદ અપાવશે

હવે જ્યારે બૉલીવુ઼માં હૉરર ફિલ્મોના નામ પર સ્ત્રી જેવી ફિલ્મો દર્શકો સામે આવી રહી છે. એવામાં ઘોસ્ટ જૂની હૉરર ફિલ્મોની યાદ અપાવે છે, જ્યાં હૉરરની સાથોસાથ લવ સ્ટોરી ચાલતી હતી. લાંબા સમયથી આવી કોઈ ફિલ્મ નહોતી આવી, જેથી ઘોસ્ટ બૉક્સ ઑફિસ પર કામ કરી શકે છે.

રિયલ સ્ટોરી પર આધારિત

રિયલ સ્ટોરી પર આધારિત

વિક્રમ ભટ્ટે જણાવ્યું કે આ રિયલ સ્ટોરી પર આધારિત છે. ઘોસ્ટ તમને કરણ ખન્નાની યાત્રા પર લઈ જાય છે, જેના પર તેની પત્નીની હત્યાનો આરોપ છે, પરંતુ તેનું માનવું છે કે તેની હત્યા કોઈ આત્માએ કરી છે. આગળ, એક સૈતાનની એવી ભયાનક કહાની છે જે તમને ગભરાવી મૂકશે.

Trailer જુઓ

ફિલ્મ ઘોસ્ટનું ટ્રેલર જોઈને જ તમે પણ ડરી જશો અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર અને કોમેન્ટ કરીને જણાવો કે કેવું લાગ્યું આ ટ્રેલર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X