Pics : વિનોદ ખન્ના પ્રચારમાં વ્યસ્ત, કોયલાંચલ માટે સમય નથી!
મુંબઈ, 9 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા અને ભાજપ નેતા વિનોદ ખન્ના પોતાના ચૂંટણી પ્રચારમાં એટલા બધા વ્યસ્ત છે કે તેમની પાસે પોતાની ફિલ્મ કોયલાંચલ માટે સમય નથી. વિનોદે ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે હાજર રહેવાનો ઇનકાર કરી દીધો.
નોંધનીય છે કે વિનોદ ખન્ના પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર છે અને હાલ તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી બાજુ વિનોદ ખન્નાનો લીડ રોલ ધરાવતી ફિલ્મ કોયલાંચલ માટે વિનોદ ખન્નાએ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે. કોયલાંચલમાં વિનોદ ખન્ના અને સુનીલ શેટ્ટી લીડ રોલમાં છે.
કોયલાંચલ ફિલ્મના દિગ્દર્શક આશુ ત્રિખા કહે છે - વિનોદજી પોતાના ઇલેક્શન કૅમ્પેનમાં બહુ વ્યસ્ત છે. તેથી તેઓ ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટમાં હાજર નહીં રહી શકે. જોકે વિનોદ ખન્ના ઉપરાંત ફિલ્મના બાકીના કલાકારો જરૂર હાજર રહેશે, પરંતુ હાલ તો ટ્રેલર લૉન્ચિંગ ઇવેંટને ટાળી દેવાયું છે.
ચાલો જોઇએ કોયલાંચલ ફિલ્મની તસવીરી ઝલક અને જાણીએ વધુ વિગતો :

મુદ્દા આધારિત ફિલ્મ
કોયલાંચલ એક મુદ્દા આધારિત ફિલ્મ છે કે જેમાં કોલ માફિયાના વર્ચસ્વની લડાઈ દર્શાવવામાં આવી છે.

કોલ માફિયા વિનોદ
કોયલાંચલ ફિલ્મમાં વિનોદ ખન્ના કોલ માફિયાનો રોલ કરી રહ્યાં છે.

રીયલ લોકેશને શૂટિંગ
કોયલાંચલ ફિલ્મનું શૂટિં બિહારના રીયલ લોકેશન ખાતે થયું છે.

સુનીલ આઈપીએસ ઑફિસર
કોયલાંચલ ફિલ્મમાં સુનીલ શેટ્ટી આઈપીએસ ઑફિસરના રોલમાં છે.

વિપિન્નો માફિયા ડૉન
કોયલાંચલ ફિલ્મમાં વિપિન્નો પણ કોલ માફિયા ડૉન તરીકે દેખાશે.

જરીડીહનો રાજેન્દ્ર દેખાશે
કોયલાંચલ ફિલ્મમાં જરીડીહનો રાજેન્દ્ર પ્રસાદ પણ દેખાશે. ફિલ્મમાં રાજેન્દ્રે યૂનિયન ક્લર્ક, પ્રેસ રિપોર્ટર તથા કેદીની ભૂમિકા ભજવી છે.

વિનોદ ખન્ના વ્યસ્ત
વિનોદ ખન્નાની કોયલાંચલ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થવાની છે, પરંતુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વિનોદ પાસે હાલ ફિલ્મના પ્રમોશન માટે સમય નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
