• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર પીડિત વિનોદ ખન્નાની યાદગાર અને રેર તસવીરો

કેન્સર પીડિત બોલિવૂડ સુપરસ્ટાર વિનોદ ખન્નાની હોસ્પિટલની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. સાથે જ તેમની કેટલીક જૂની યાદગાર તસવીરો જુઓ અહીં..
By Shachi
|
Google Oneindia Gujarati News

એક સમયના બોલિવૂડના સુપરસ્ટાર અને સાંસદ વિનોદ ખન્ના હાલ મુંબઇની એક હોસ્પિટલમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યાં છે. તેમના પરિવાર તરફથી તેમની એક તસવીર જાહેર કરવામાં આવી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. બીમારીએ સુપરસ્ટારના જે હાલ કર્યાં છે તે જોઇને અનેક ફિલ્મ રસિયાઓને શોક લાગ્યો છે. જો કે, તાજેતરની જાણકારી અનુસાર, હોસ્પિટલના ડોક્ટરોએ કન્ફર્મ કર્યું છે કે, તેમની તબિયત સુધરી રહી છે. સૌ કોઇ તેમની ઝડપી રિકવરીની પ્રાર્થના કરી રહ્યું છે.

કેન્સરે કર્યા હાલ બેહાલ

કેન્સરે કર્યા હાલ બેહાલ

ક્યારેક બોલિવૂડના સૌથી હેન્ડસમ હીરો ગણાતા વિનોદ ખન્ના હાલ કંઇક આવા દેખાય છે. તસવીરમાં તે પોતાની પત્ની અને પુત્ર સાથે નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, વિનોદ ખન્ના લાંબા સમયથી કેન્સરની બીમારીથી પિડાઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં તેમને ડિહાઇડ્રેશનની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીમારીની હાલતમાં વિનોદને ઓળખવા મુશ્કેલ છે.

સુપરહિટ ફિલ્મો

સુપરહિટ ફિલ્મો

વિનોદ ખન્નાએ બોલિવૂડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. મેરે અપને, અમર અકબર એન્થની, રેશમા ઔર શેરા, મુક્કદર કા સિકંદર, મેરા ગાંવ મેરા દેશ, ઇનકાર, ઇમ્તિહાન, લહુ કે દો રંગ, કુરબાની, જુર્મ વગેરે. વર્ષ 1968થી માંડીને વર્ષ 2013 સુધીમાં તેમણે કુલ 141 ફિલ્મોમાં કામ કર્યું છે.

સુપરસ્ટાર વિનોદ ખન્ના

સુપરસ્ટાર વિનોદ ખન્ના

વિનોદ ખન્ના પોતાના જમાનાના સુપરસ્ટાર હતા. તેમની પર્સનાલિટી, લૂક્સ, એક્ટિંગ પર લોકો ફિદા હતા. ખાસ કરીને પોલીસના રોલમાં વિનોદ ખન્નાને ખૂબ વાહવાહી મળતી. વર્ષ 1968માં ડેબ્યૂ કર્યા બાદ તેઓ ઘણી ફિલ્મોમાં સેકન્ડ લીડ કે નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. મેરે એપને, અચાનક જેવી ફિલ્મોમાં તેમનો એંગ્રી યંગ મેન લૂક સુપરહિટ રહ્યો હતો.

અમિતાભ બચ્ચન સાથે ટક્કર

અમિતાભ બચ્ચન સાથે ટક્કર

આજે અમિતાભ બચ્ચન બોલિવૂડના લિજેન્ડરી એક્ટરર મનાય છે, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે તે જમાનામાં અમિતાભની પોપ્યૂલારિટીને આંબી શકે એવા એક્ટરમાં વિનોદ ખન્નાનું નામ આવતું. તેમની કારકીર્દિ આસમાને હતી જ્યારે વર્ષ 1982માં તેમણે બધું છોડી દઇ ઓશોના શરણે જવાનું નક્કી કર્યું હતું. જો કે, 5 વર્ષ બાદ તેઓ ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બોલિવૂડને અમિતાભના રૂપમાં બીજો એન્ગ્રી યંગ મેન મળી ચૂક્યો હતો.

તો વિનોદ ખન્નાનું સ્ટારડમ કંઇક અલગ હોત..

તો વિનોદ ખન્નાનું સ્ટારડમ કંઇક અલગ હોત..

આજે પણ ઘણા ફિલ્મી વિશેષજ્ઞોનું માનવું છે કે, જો તે સમયે વિનોદ ખન્ના બધું છોડી ઓશો રજનીશના શરણે ના ગયા હોત તો વિનોદ ખન્નાનું સ્ટારડમ અમિતાભની માફક જ આભે આંબતુ હોત. આજે બોલિવૂડમાં અમિતાભ બચ્ચન પોતાના જમાનાના તમામ એક્ટર્સ કરતાં સૌથી આગળ ગણાય છે, આજના નવા અભિનેતાઓમાં પણ કોઇ અમિતાભની તોલે આવી શકે એમ નથી. પંરતુ વિનોદ ખન્ના એવા જૂજ એક્ટર હતા, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહ્યાં હોત તો અમિતાભને ચોક્કસ ટક્કર આપી શક્યાં હોત.

મૂળ પાકિસ્તાનના છે વિનોદ ખન્ના

મૂળ પાકિસ્તાનના છે વિનોદ ખન્ના

વિનોદ ખન્નાનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેમનો પરિવાર પેશાવરથી મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. કેટલાક વર્ષો સુધી મુંબઇમાં વેપાર કર્યા બાદ તેઓ દિલ્હી શિફ્ટ થયા હતા. વિનોદ ખન્નાના પરિવારમાં તેમના સિવાય ત્રણ બહેનો અને એક ભાઇ છે. એમાંથી માત્ર વિનોદ ખન્નાએ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું.

ફિલ્મી સફર

ફિલ્મી સફર

વિનોદ ખન્નાનું ભણતર નાસિકના દેવલી વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં થયું હતું. સ્કૂલમાં હતા ત્યારથી જ તેમને ફિલ્મોમાં રસ હતો. તેમની પહેલી ફિલ્મ હતી, મન કા મીત. આ ફિલ્મના હીરો હતા સુનીલ દત્ત, જ્યારે વિનોદ ખન્ના વિલનની ભૂમિકામાં હતા. હીરો તરીકે વિનોદ પર વિશ્વાસ કરનાર પહેલા વ્યક્તિ હતા ગુલઝાર. તેમણે મેરે અપનેમાં વિનોદ અને શત્રુઘ્ન બંન્નેને લીડ હોરોનો રોલ આપ્યો હતો. જો કે, તેમને સ્ટારડમ મળ્યું ફિરોઝ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ કુર્બાનીથી.

અમિતાભ બચ્ચન સાથે જમાવી જોડી

અમિતાભ બચ્ચન સાથે જમાવી જોડી

વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં છે. 80ના દાયકામાં વિનોદ અને અમિતાભ હેરાફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થનિ, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં આ બંન્ને સાથે જોવા મળ્યાં છે.

પાકિસ્તાની ફિલ્મમાં કર્યું છે કામ

પાકિસ્તાની ફિલ્મમાં કર્યું છે કામ

વિનોદ ખન્નાએ પાકિસ્તાની ફિલ્મમાં પણ કામ કર્યું છે. વર્ષ 2007માં તેમણે પાકિસ્તાની ફિલ્મ ગૉડ ફાધરમાં લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

#Govinda: 165 ફિલ્મો અને છતાં આ અંદાજ ક્યારેય સામે ન આવ્યો!#Govinda: 165 ફિલ્મો અને છતાં આ અંદાજ ક્યારેય સામે ન આવ્યો!

English summary
A leaked picture of Vinod Khanna from the hospital has gone viral. See his other memorable pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X