એક સાથે હશે ભટ્ટ પરિવાર, વિશેષ 28મીએ કરશે લગ્ન
મુંબઈ, 14 નવેમ્બર : પિતા મુકેશ ભટ્ટ તથા કાકા મહેશ ભટ્ટની કમ્પની વિશેષ ફિલ્મ્સની તમામ જવાબદારીઓ સંભાળતાં ફિલ્મકાર વિશેષ ભટ્ટ હવે ઘોડીએ ચડવા જઈ રહ્યાં છે. આગામી 28મી નવેમ્બરે તેઓ પોતાની બાળપણની મિત્ર કનિકા સાથે લગ્ન કરી રહ્યાં છે. આ સાથે 28મી નવેમ્બરે આખો ભટ્ટ પરિવાર એક સાથે હશે.

મળતી માહિતી મુજબ વિશેષ ભટ્ટ પોતાની બાળપણની મિત્ર કનિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. 28મી નવેમ્બરના રોજ લગ્ન સમારંભ બાંદ્રાના તાજ લૅન્ડ્સ એન્ડ ખાતે યોજવામાં આવશે. કનિકા વિશેષના પાડોસી છે અને તેમના પરિવાર સાથે હળીમળી ચુકી છે. મુકેશે જણાવ્યું - કનિકા અને વિશેષ સાથે ઉછર્યાં છે. કનિકા એક વ્યવસાય છે અને તેમના પિતા તબીબ છે. તેઓ બાંદ્રામાં વિશેષ ભટ્ટની બિલ્ડિંગમાં જ રહે છે. મુકેશે જણાવ્યું - તેમની વચ્ચે પ્રેમ થયો અને હવે બંને લગ્ન કરવા માંગે છે. સાથે જીવવા કરતાં સારૂં શું હોઈ શકે?












Click it and Unblock the Notifications
