For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલે વિશ્વરૂપ પર પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકાર્યો

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 24 જાન્યુઆરી : પોતાની ફિલ્મ રિલીઝ થવા ઉપર પ્રતિબંધ ફરમાવવાથી રોષે ભરાયેલાં કમલ હસને હવે કોર્ટનો સહારો લીધો છે. સમાચાર છે કે કમલ હસને વિશ્વરૂપની રિલીઝ ઉપર તામિળનાડુ સરકાર દ્વારા ફરમાવવામાં આવેલ પ્રતિબંધ સામે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

Kamal Hassan

કમલ હસને જણાવ્યું કે આ બધુ જાણીજોઈને કરાયેલું નાટક છે કે જે કેટલાંક સ્વાર્થી રાજકીય પુરોધાઓના કારણે થયું છે. કેટલાંક લોકો પોતાનું ગંદુ રાજકારણ ચમકાવવા માટે મારા નામનો સહારો લઈ રહ્યાં છે, પરંતુ હું તેમને સફળ થવા નહિં દઉ. મને કાનુન ઉપર પુરતો ભરોસો છે. આ એક સાંસ્કૃતિક આતંકવાદ છે કે જેને રોકવું ખૂબ જ જરૂરી છે.

કમલની મહત્વાકાંક્ષી ફિલ્મ વિશ્વરૂપ ઉપર તામિળનાડુ સરકારે બે સપ્તાહનો પ્રતિબંધ ફરમાવ્યો છે. બુધવાર મોડી રાત્રે તામિળનાડુ સરકારે આદેશ આપ્યો કે ફિલ્મ વિશ્વરૂપને તામિળનાડુ ખાતે રિલીઝ નહીં કરવા દેવામાં આવે, કારણ કે ફિલ્મમાં કંઈક એવ છે કે જે રાજ્યમાં રમખાણો ફેલાવી શકે છે.

કમલ હસને જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ પણ જાતિ કે સમુદાયને નીચું બતાવવાની કોશિશ કરાઈ નથી. આ માત્ર મારી ફિલ્મને બદનામ કરવાનું કાવત્રુ છે. ફિલ્મ કાલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે પ્રતિબંધ આવતાં ફિલ્મ તામિળનાડુમાં રિલીઝ નહીં થઈ શકે. ફિલ્મમાં કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોસ પણ છે.

English summary
Kamal Haasan moves court, says Vishwaroop ban cultural terrorism. His much-awaited Vishwaroopam was banned for two weeks in Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X