આખરે તામિળનાડુમાં પણ રિલીઝ થઈ ગઈ વિશ્વરૂપમ
મુંબઈ, 7 ફેબ્રુઆરી : કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમને તામિળનાડુના થિયેટરોમાં પણ રિલીઝ કરવા અંગેની લીલી ઝંડી મળી ગઈ છે. જોકે વિશ્વરૂપમ અંગે છેલ્લા એક માસથી ખૂબ ગરમાગરમી ચાલતી હતી, પરંતુ ધીમે-ધીમે વિવાદોનો ઓછાયો સમેટાતો લાગે છે. મદ્રાસ હાઈકોર્ટે ગત સોમવારે કમલ હસન અને રાજ્ય સરકારની તમામ અરજીઓ પરત વાળી દીધી અને તામિળનાડુમાં પણ તેને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી.

નોંધનીય છે કે વિશ્વરૂપમ ઉત્તર ભારતમાં 1લી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ ચુકી છે, પરંતુ તામિળનાડુમાં વિવાદ ઊભો થતા ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. લાંબા ઘટનાક્રમ બાદ આખરે આ ફિલ્મ હવે તામિળનાડુમાં પણ રિલીઝ થઈ ગઈ છે. કમલ હસને ફિલ્મના સાત દૃશ્યો કાપી નાંખ્યા બાદ ફિલ્મ આજે તામિળનાડુમાં પણ રિલીઝ થઈ ગઈ.












Click it and Unblock the Notifications
