For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રામ નામ’નુ ટૉપ પહેરીને નીકળી વાણી કપૂર, લોકોને ન ગમ્યુ, કરી આવી કમેન્ટ

અભિનેત્રી વાણી કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પર તેને યુઝર્સની ઘણી નારાજગીવાળી કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી વાણી કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પર તેને યુઝર્સની ઘણી નારાજગીવાળી કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફોટામા વાણી જે ટૉપ પહેર્યુ છે તેના પર રામ લખ્યુ છે અને યુઝર્સને આ જ વસ્તુ પસંદ ન પડી. આ ફોટો વાણીએ પોતાના સોશિયલ અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેને બાદમાં હટાવી લેવામાં આવ્યો.

આવી આ બધી કમેન્ટ

આવી આ બધી કમેન્ટ

વાણી કપૂરને આ ફોટા પર ઘણા પ્રકારની કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે લખ્યુ, આ ફોટો અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. વધુ એક યુઝરે લખ્યુ, વાણી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલત ફેલાવનારા ફોટો નાખ્યા છે અને જે વસ્ત્રો પહેર્યા છે તેના પર આરાધ્ય ભગવાન રામનુ નામ લખ્યુ છે. અમે ઈચ્છીએ છીએ કે વાણી આના માટે બધાની માફી માંગ.

વિરોધ બાદ હટાવ્યો ફોટો

વાણીએ ફોટો શેર કરીને લખ્યુ, જીવનને વધુ ગંભીરતાથી ના લો. જીવતાજીવ આનાથી કોઈ બહાર આવી શક્યુ નથી. ફોટા પર જ્યારે નકારાત્મક કમેન્ટ આવી અને વાણીને ટ્રોલ કરવામાં આવી ત્યારે તેણે ફોટો હટાવી લીધો. જો કે તેણે કોઈ કમેન્ટ આ વિશે કરી નહિ માત્ર ફોટો હટાવી લીધો.

આ પણ વાંચોઃ માત્ર ગુડ લુક નહિ પરંતુ પાર્ટનરની આ વસ્તુઓ કરે છે એટ્રેક્ટ, વધારે છે સેક્સ અપીલ

વૉરમાં દેખાઈ હતી વાણી

વાણી કપૂર હાલમાં જ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ વૉરમાં દેખાઈ હતી. ટીવીમાંથી ફિલ્મોમાં આવેલી વાણીએ ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે બેફિક્રેમાં જોવા મળી હતી.

English summary
wani kapoor ram naam top photo viral on social media see the reactions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X