એસઓટીવાયથી હિટ થઈ ગઈ આલિયા, જુઓ તસવીરો
મુંબઈ, 30 ઑક્ટોબર : કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું કરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ આજકાલ સતત સમાચારોમાં છે. જ્યારે આલિયાએ ફિલ્મોમાં આવવાની વાત કરી હતી, ત્યારે તમામને એમ જ લાગ્યુ હતું કે તે પણ પોતાના પપ્પા મહેશ ભટ્ટ કે પછી બહેન પૂજા ભટ્ટની કોઈ હિટ સિક્વલથી પોતાની શાનદાર એન્ટ્રી કરશે. પરંતુ આલિયાએ પોતાના પપ્પા કે બહેનની ફિલ્મોમાં કામ ન કરતાં રોમાન્ટિક ફિલ્મોના દિગ્દર્શક કરણ જૌહરની ફિલ્મમાં કામ કરવાનું સ્વીકાર્યું.
જ્યારે આલિયા પોતાના ઑડિશન માટે કરણ પાસે ગઈ, તો તેની મમ્મી પણ તેની સાથે હતાં અને આલિયાને જોઈ પહેલાં તો કરણ બહુ જ નિરાશ થયા, કારણ કે તે વખતે આલિયાનું વજન ખૂબ વધારે હતું. પરંતુ જ્યારે આલિયાએ પોતાનું ઑડિશન આપ્યું, તો તે જોઈ કરણ ઘણાં ખુશ થયાં અને તેમણે તરત જ આલિયાને સાઈન કરી લીધી.
કરણે આલિયાના વખાણ કરતાં જણાવ્યું કે આલિયાએ ફિલ્મ માટે પોતાનું વજન બહુ જ ઘટાડી નાંખ્યુ અને ઑડિશન દરમિયાન તો તે ગઝબ લાગતી હતી. આલિયાએ પણ કરણી ફિલ્મ દ્વારા પોતાનું કરિયર શરૂ કરવા અંગે જણાવ્યું કે કરણની ફિલ્મ સાથે કરિયર શરૂ કરવું તેમના માટે બેસ્ટ છે. આનાથી સારી શરુઆત તો કોઈને મળી જ નશકે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય બે અઠવાડિયા અગાઉ જ રિલીઝ થઈ છે અને અત્યાર સુધી ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર તેના બાદ રિલીઝ થયેલ તમામ ફિલ્મોને પાછળ મુકી પોતાની પક્કડ જાળવી રાખી છે. આલિયાના પાત્ર શાયનાના ઘણાં વખાણ થઈ રહ્યાં છે. સૌને ફિલ્મની હીરોઇન તેમજ તેની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. હવે જોવું એ છે કે બૉલીવુડમાં એક સક્સેસ એક્ટ્રેસ ન બની શકેલ પૂજા ભટ્ટની બહેન આલિયા બૉલીવુડમાં કેટલી દૂર સુધી ચાલી શકશે.

આલિયાની પ્રથમ ફિલ્મ
કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા પૂજા ભટ્ટની બહેન અને મહેશ ભટ્ટની પુત્રીએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે. આલિયા ભટ્ટ ઇચ્છત તો પોતાના હોમ પ્રોડક્શન હાઉસમાંથી જ પોતાનું કરિયર શરૂ કરી શકત, પરંતુ તેણે કરણની ફિલ્મ પસંદ કરી અને તે તેની પસંદગીથી બહુ જ ખુશ છે..

કરીનાની દીવાની આલિયા
આલિયા ભટ્ટે તાજેતરમાં જ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તે કરીના કપૂરને બહુ જ લાઇક કરે છે. જો તે કોઈના જેવી બનવા માંગતી હોય તો તે છે કરીના. જે રીતે કરીના સ્ટેજ પર ચાલે છે અને જે રીતે દરેક ઇવેન્ટમાં જઈ ત્યાંની જાન બની જાય છે, તે આલિયાને બહુ જ પસંદ છે.

સલમાનને પણ પસંદ છે આલિયા
બૉલીવુડના ટાઇગર સલમાન ખાનને પણ કરણ જૌહરની એસઓટીવાય ખૂબ પસંદ પડી છે. સલમાને જણાવ્યું કે આનાથી સારી શરુઆત આ ત્રણેય નવોદિતો આલિયા, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ન મળી શકે. સલમાને પોતાની ફૅમિલી સાથે આ ફિલ્મ જોઈ અને ટ્વિટર પર આલિયા, સિદ્ધાર્થ તેમજ વરુણના વખાણ કર્યાં.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર આલિયા ભટ્ટ
સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં આલિયાએ સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ વરુણ ધવન સાથે ઘણાં રોમાન્ટિક સીન્સ કર્યાં છે. સિદ્ધાર્થ તથા વરુણે પણ આલિયાના વખાણ કરતાં જણાવ્યું કે આલિયા કોઈની કૉપી નથી કરતાં. તે જેવાં છે, તેવાં જ બેસ્ટ છે.

કરણને ફાવી ગયું આલિયા સાથે
જ્યારે આલિયા ભટ્ટ ઑડિશન માટે આવી, તો કરણ જૌહર પહેલાં તો નિરાશ થયાં કેમ કે તે બહુ જાડી હતી. પરંતુ જ્યારે આલિયાએ પ્રથમ ઑડિશન આપ્યું, ત્યારે કરણ એટલા બધા ખુશ થયાં કે તેમણે તરત જ આલિયા ભટ્ટને સાઇન કરી લીધાં. કરણને આલિયા સાથે ફાવી ગયું.

કરણે જણાવ્યું - ગિરી હુઈ લડ઼કી હૈં આલિયા
હા જી, આ સાચું છે. કરણ જૌહરે આલિયા ભટ્ટને ગિરી હુઈ લડ઼કી કહ્યુ હતું. આ બન્યું હતું કૌન બનેગા કરોડપતિના સેટ પર. કરણ જૌહરે જણાવ્યું કે તેમની દરેક ફિલ્મમાં કાજોલ પડતા હતાં અને જે પણ ફિલ્મમાં તેઓ પડતાં, તે હિટ થઈ જતી. કરણે જણાવ્યું કે આલિયા તો એસઓટીવાયના સમગ્ર શુટિંગ દરમિયાન પડતાં જ રહ્યા હતાં. આલિયા તો ગિરી હુઈ લડ઼કી હૈ ઔર ગિરતી રહતી હૈં.

કરણ પાસે ઘણુ બધું શીખ્યું
આલિયા ભટ્ટે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે એસઓટીવાયના શુટિંગ દરમિયાન તેણે કરણ જૌહર પાસે ઘણું બધું શીખ્યું.

બિકિની પહેરવા સામે વાંધો નથી
આલિયા ભટ્ટે તાજેતરમાં જ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે જો ફિલ્મની વાર્તાની ડિમાંડ હોય, તે બિકિની પહેરવાનો ઇનકાર નહીં કરે. તેને ઇન્ટીમેટ સીન્સ સામે પણ કોઈ વાંધો નથી.

એસઓટીવાય દ્વારા હિટ થઈ ગઈ હાલિયા
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જે રીતે બૉક્સ ઑફિસે કલેક્શન કરી રહી છે, તે જોતાં એમ જ લાગે છે કે આલિયા ભટ્ટ હિટ થઈ ગઈ છે. આશા છે કે આવનાર સમયમાં આલિયાનો બૉલીવુડની હિટ હીરોઇનોમાં સમાવેશ થઈ જશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય!








Click it and Unblock the Notifications
