યશજીના બેસણામાં વહી અશ્રુધારા : જુઓ તસવીરો

મુંબઈ, 26 ઑક્ટોબર : બૉલીવુડમાં રોમાંસ કિંગ નામે પ્રસિદ્ધ યશ ચોપરાના બેસણા (ચોથા દિવસે યોજાયેલ ચોથા)માં સમગ્ર બૉલીવુડ ઉમટી પડ્યું. ગુરુવારે યશરાજ સ્ટુડિયો ખાતે યશ ચોપરાનાં પત્ની પામેલા અને તેમના બંને પુત્રો આદિત્ય ચોપરા તેમજ ઉદય ચોપરાએ યશ ચોપરાનું બેસણું યોજ્યું હતું. તેમાં લોકોએ હાજરી આપી અને આ દરમિયાન અવિરત્ અશ્રુધારા વહેતી રહી.

યશરાજ સ્ટુડિયો યશજીની કર્મસ્થળી હતું. આ સ્ટુડિયોમાં તેમણે છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું. તેથી તેમના આત્માની શાંતિ માટે પૂજા-અર્ચના અહીં જ રાખવામાં આવી હતી. યશજીની વિદાયથી શોકગ્રસ્ત બૉલીવુડ પોત-પોતાની રીતે યશજીને યાદ કરતું રહ્યું.

નોંધનીય છે કે ગત 21મી ઑક્ટોબરે યશ ચોપરાએ મુંબઈની લીલાવતી હૉસ્પિટલે છેલ્લા શ્વાસ લીધા હતાં. તેઓ ડેંગ્યુની બીમારીથી પીડાતા હતાં.

આવો તસવીરોમાં જોઇએ બેસણાં કઈ રીતે વહી અશ્રુધારા :

હું તો ફરી યતીમ થઈ ગયો

હું તો ફરી યતીમ થઈ ગયો

પોતાના પિતાતુલ્ય યશ ચોપરાના બેસણામાં પહોંચેલા શાહરુખ ખાન પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યાં અને જણાવ્યું કે અલ્લાહ મિયા યશજીના આત્માને શાંતિ આપે. હું તો ફરીથી યતીમ થઈ ગયો.

ઐશની આંખો છલકાઈ

ઐશની આંખો છલકાઈ

યશજીના બેસણામાં પહોંચેલાં ઐશ્વર્યા રાયની આંખો આંસુઓથી છલકાઈ પડી. તેઓ પણ બહુ જ લાગણીશીલ દેખાયાં.

બિગ બી ગમગીન

બિગ બી ગમગીન

આ પ્રસંગે બિગ બી અમિતાભ બચ્ચન પણ બહુ જ ગમગીન હતાં. તેઓ ચુપચાપ હતાં અને યશજી સાથેની યાદોમાં ખોવાયેલાં હતાં.

દુઃખી અનુષ્કા

દુઃખી અનુષ્કા

રબ ને બના દી જોડી ફિલ્મમાં યશજી સાથે કામ કરનાર અનુષ્કા શર્મા ઘણાં દુઃખી નજરે પડ્યાં.

હૃતિકની પરિવાર સાથે હાજરી

હૃતિકની પરિવાર સાથે હાજરી

હૃતિક રોશન યશજીના બેસણામાં પરિવાર સાથે હાજર રહ્યાં.

રાણી અને કરણ

રાણી અને કરણ

રાણી મુખર્જી અને કરણ જૌહર પણ યશજીના બેસણાની વિધિમાં હાજર રહ્યાં. સમાચાર છે કે રાણી અને આદિત્ય ચોપરાના લગ્ન હવે થોડાંક આગળ ખસી જશે.

આ શું થઈ ગયું?

આ શું થઈ ગયું?

ફોન ઉપર કોઈનાથી વાત કરતાં પ્રીતિ ઝિંટા કદાચ વિચારતાં હશે કે આ શું થઈ ગયું? અચાનક એમ યશજી ફાની દુનિયા કેમ છોડી ગયાં?

જુહીએ ન ભુલ્યાં

જુહીએ ન ભુલ્યાં

ડર ફિલ્મમાં યશજીનો સાન્નિધ્ય પામનાર જુહી ચાવલા યશજીના બેસણામાં પહોંચવાનું ન ભુલ્યાં.

બિપાશા પણ હાજર

બિપાશા પણ હાજર

બિપાશા બાસુ પણ યશજીના બેસણામાં શામેલ થવાં પહોંચ્યાં.

રણબીર સિંહે હાજરી આપી

રણબીર સિંહે હાજરી આપી

બૅન્ડ બાજા બારાતથી એન્ટ્રી કરનાર રણબીર સિંહ પણ યશજીના બેસણામાં હાજર રહ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X