પ્રેસ કૉન્ફ્રેંસમાં કૅટે શાહરુખને ચુંબન ચોળી દીધું
મુંબઈ, 30 ઑક્ટોબર : યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી અને શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝિંગ અગાઉ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાનું આમ અચાનક જતું રહેવું સમગ્ર ફિલ્મ યુનિટ માટે આઘાતજનક છે, પરંતુ યશ ચોપરાનાં પત્ની પામેલા ઉર્ફે પૅમ ચોપરાએ જણાવ્યું કે આ ફિલ્મ તેમના પતિનું અંતિમ સ્વપ્ન હતી. તેથી આ ફિલ્મ તેના સમયે જ રિલીઝ થશે.
તેથી જ ફિલ્મના પ્રમોશનમાં ફિલ્મના હીરો-હીરોઇનો લાગી ગયાં છે. આ જ સંદર્ભે શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માએ જબ તક હૈ જાન ફિલ્મ માટે એક પ્રેસ કૉન્ફ્રેંસ કરી. તેમાં તેમણે ફિલ્મ સાથે જોડાયેલાં નાના-મોટા સવાલોના જવાબ આપ્યાં, પરંતુ આ દરમિયાન એક મોટી આશ્ચર્યજનક બાબત બની. પ્રેસ કૉન્ફ્રેંસ શરૂ થવાની હતી કે ત્યારે જ કૅટરીનાએ શાહરુખના ગાલે ચુંબન ચોળી દીધું. આ દૃશ્ય જોઈ તમામ કૅમેરામૅનોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું.
આપને જણાવી દઇએ કે આ લવ સ્ટોરીમાં પહેલી વાર પડદા ઉપર શાહરુખ અને કૅટરીના એક સાથે નજરે પડશે. ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ છે. સંગીત એ. આર. રહેમાન અને ગીત ગુલઝારનાં છે.
આવો તસવીરોમાં બતાવીએ કઈ રીતે કૅટે શાહરુને ચુંબન ચોળ્યું :

કૅટનું ચુંબન
પ્રેસ કૉન્ફ્રેંસમાં કૅટરીના કૈફે શાહરુખ ખાનના ગાલે ચુંબન ચોળી દીધું.

શરારત
એક-બીજા સાથે શરારત કરતાં શાહરુખ અને અનુષ્કા શર્મા. અનુષ્કાએ અગાઉ પણ કિંગ ખાન સાથે રબ ને બના દી જોડીમાં કામ કર્યું. અનુષ્કાની આ પ્રથમ ફિલ્મ હતી.

પ્રણય-ત્રિકોણ
જબ તક હૈ જાન ફિલ્મ એક સુંદર પ્રણય-ત્રિકોણ દર્શાવતી વાર્તા છે.

દીવાળીએ ધમાકો
જબ તક હૈ જાન 13મી નવેમ્બર એટલે કે દીવાળીના દિવસે રિલીઝ થશે.

યશજીનું અંતિમ સ્વપ્ન
જબ તક હૈ જાન સ્વર્ગસ્થ યશ ચોપરાની તેમના દિગ્દર્શિત ફિલ્મ હતી. તેથી આ ફિલ્મ શાહરુખ માટે બહુ મહત્વ ધરાવે છે.

હૃદયની બહુ જ નજીક
શાહરુખે જણાવ્યું કે યશજી હંમેશા મારી સાથે છે, હતા અને રહેશે. તેમના વગર હું કઈં નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
