Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરોમાં જુઓ : સન ઑફ સરદારનો પ્રિવ્યૂ

મુંબઈ, 12 નવેમ્બર : અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મ રિલીઝ થવા આડે થોડાંક જ કલાકો બાકી છે. મંગળવાર એટલે કે 13મી નવેમ્બરે અજય તથા સોનાક્ષી સિન્હાની પ્રથમ ફિલ્મ રિલીઝ થશે. એસઓએસ સાથે જ શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મ પણ રિલીઝ થશે. બંને ફિલ્મો આ વર્ષની સૌથી મોટી ફિલ્મો છે અને બંને પાસે સૌને ખૂબ આશાઓ છે. એક તરફ છ રોમાન્ટિક હીરો શાહરુખ ખાન તથા કૅટરીના કૈફ તેમજ અનુષ્કા શર્મા, તો બીજી બાજું છે અજય અને સોના. હવે લોકો હેરાન-પરેશાન છે કે કઈ તરફ જાય?

એસઓએસનું દિગ્દર્શન અશ્વિની ધીરે કર્યું છે અને પાત્રોમાં અજય-સોના ઉપરાંત સંજય દત્ત, જુહી ચાવલા, મુકુલ દેવ તથા બિંદુ દારા સિંહનો સમાવેશ થાય છે. ફિલ્મના નિર્માતા છે અજય દેવગણ. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ મર્યાદા રમન્નાની રીમેક છે. જોકે પોતાના ઇન્ટર્વ્યૂ દરમિયાન અજયે જણાવ્યું - મર્યાદા રમન્નામાંથી માત્ર પ્લૉટ લેવાયું છે. બાકી બધુ એકદમ જુદું છે.

સન ઑફ સરદારમાં એક્શનથી લઈ કૉમેડી, રોમાંસ બધુ છે. ફિલ્મમાં સલમાન ખાન પણ મહેમાન કલાકાર તરીકે દેખા દેશે. સાથે જ જુહી ચાવલાએ પણ એક મહત્વનું પાત્ર ભજવ્યું છે. સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ. ફિલ્મનું બજેટ 100 કરોડ રુપિયા છે. એડવાંસ બુકિંગની લાંબી લાઇનો જોઈ આશા સેવાઈ રહી છે કે ફિલ્મ બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કરશે. સોનાક્ષીએ એક સરદારણના પાત્રમાં ખૂબ સારું અભિનય કર્યું છે.

આવો તસવીરો સાથે બતાવીએ સન ઑફ સરદારનો પ્રિવ્યૂ.

સંજય દત્તના બે ભાઇઓ

સંજય દત્તના બે ભાઇઓ

ફિલ્મમાં સંજય દત્તે રણવિજય સિંહની ભૂમિકા ભજવી છે. રણવિજયનો સમગ્ર ગામમાં દબદબો છે. તેનાથી હર કોઈ બીવે છે. રણવિજયના બે ભાઇઓ છે. તેમાં એક ગુસ્સામાં આઇસક્રીમ ખાવાની છોડી દે છે. તે ક્યારેય આઇસક્રીમ નથી ખાતો. બીજો ભાઈ એક દિવસ ગુસ્સામાં કોલ્ડડ્રિંક છોડી દે છે, તો વગર કોલ્ડડ્રિંકે દારૂ પી-પી તેનું લીવર ખરાબ થઈ જાય છે.

સંજયના સોગંધ

સંજયના સોગંધ

સંજય દત્તના લગ્ન નક્કી થાય છે, પરંતુ તે અધવચ્ચે જ ઊભા થઈ સોગંધ ઉપાડે છે કે જ્યાર સુધી તે પોતાની વિવાદમાં ફસાયેલી જમીન પાછી ન મેળવી લે, ત્યાં સુધી લગ્ન નહિં કરે.

સંજયના ઘેર ભૂલો પડ્યો અજય

સંજયના ઘેર ભૂલો પડ્યો અજય

અજય દેવગણ જ્યારે ગામમાં જાય છે, તો ભૂલમાં તે સંજય દત્તના ઘરે પહોંચી જાય છે. ત્યાં તેની ખૂબ મહેમાનગતિ થાય છે કારણ કે સરદારોમાં મહેમાનને ભગવાન સમજવામાં આવે છે.

સંજયનો અસલી દુશ્મન અજય

સંજયનો અસલી દુશ્મન અજય

પછી અચાનક સંજય દત્તને ખબર પડે છે કે અજય દેવગણ તે જ જમીન વેચવા આવ્યો છે કે જે અંગે સંજય દત્ત આટલા વર્ષોથી હેરાન છે. સંજયને વિશ્વાસ થઈ જાય છે કે અજય જ પેલો માણસ છે કે જેની શોધ તે છેલ્લા 25 વર્ષોથી કરી રહ્યો હતો.

અજયને ખતમ કરવાનું પ્લાનિંગ

અજયને ખતમ કરવાનું પ્લાનિંગ

સંજય દત્ત અજયને ખતમ કરવાનું આખું પ્લાનિંગ કરે છે, પરંતુ અજય ઘરથી બહાર જ નથી નિકળતો. કારણ કે અજય સંજયનો મહેમાન છે, તેથી તે ઘરમાં અજય ઉપર હાથ નથી ઉપાડી શકતો. તેથી તે ઇચ્છે છે કે કોઈ પણ રીતે અજય ઘરની બહાર નિકળે.

ઘરની અંદર અજય-સોનાક્ષી વચ્ચે રોમાંસ

ઘરની અંદર અજય-સોનાક્ષી વચ્ચે રોમાંસ

સંજય દત્તના ઘરમાં અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા વચ્ચે રોમાંસ શરૂ થાય છે.

સોનાક્ષી બોલી ખામોશ

સોનાક્ષી બોલી ખામોશ

સન ઑફ સરદાર ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પોતાના પપ્પા શત્રુઘ્ન સિન્હાની સ્ટાઇલમાં ખામોશ બોલી છે, પરંતુ આવાજ શત્રુઘ્ન સિન્હાએ જ આપ્યો છે.

અજય બે ઘોડે

અજય બે ઘોડે

અજય દેવગણે જણાવ્યું કે બે ઘોડા પર આવવાના મુદ્દે ઘણું વિચારાયું અને ફાઇનલી જ્યારે ડિસાઇડ થયું, તો અમે આ સીન માટે ખૂબ મહેનત કરી. આ બહુ મુશ્કેલ સીન હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X