ધૂમ મચા લે... મહાન ક્રિકેટર સચિનને સમર્પિત : આમિર
મુંબઈ, 11 નવેમ્બર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ યશ રાજની ધૂમ 3માં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ સાથે લોકો સામે આવી રહ્યાં છે. ફિલ્મના પ્રોમોમાં આમિરને ખૂબ જ આકર્ષક રીતે લોકો સમક્ષ રજૂ કરાયાં છે. પોતાની રીતે ખૂબ જ બહેતરીન અભિનેતા આમિરે પોતાની ફિલ્મ ધૂમ 3ને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને સમર્પિત કરી છે.

નોંધનીય છે કે સચિન તેંડુલકર મુંબઈ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં આગામી અઠવાડિયે એટલે કે 14મીથી 18મી નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પોતાની 200મી ટેસ્ટ મૅચ રમશે. આ ગીત મુંબઈમાં તેમની રમત શરૂ થતા અગાઉ લૉન્ચ કરવામાં આવશે. પચ્ચીસ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં આમિર ખાન ધૂમ 3 ફિલ્મમાં પહેલી વાર ડબલ રોલમાં દેખાશે. ફિલ્મમાં કૅટરીના કૈફ તથા અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે.












Click it and Unblock the Notifications
