દર્શકો નવી શૈલીની ફિલ્મો સ્વીકારતા થયાં છે : અનુભવ
મુંબઈ, 6 સપ્ટેમ્બર : ફિલ્મકાર અનુભવ સિન્હા કહે છે કે હિન્દી ફિલ્મોના દર્શકો આજે પણ ફિલ્મ સ્ટાર્સને ભગવાનની જેમ પૂજે છે, પણ સિન્હાને એ વાતની ખુશી છે કે ફિલ્મોની નવી શૈલીઓ પોતાની રીતે સિનેમા ઘરોમાં પ્રવેશ કરી રહી છે.

સિન્હાએ અજય દેવગણ તથા સંજય દત્ત જેવા સ્થાપિત કલાકારો સાથે કામ કર્યું છે અને નવોદિત કલાકારો સાથે પણ કામ કરી ચુક્યાં છે. તેમણે જણાવ્યું - બૉલીવુડ પોતાની સદીઓ જૂની પરમ્પરામાંથી બહાર નથી નિકળી શકતું. આપણને સ્ટાર્સ સાથે બહુ લગાવ હોય છે અને આપણે તેમની પૂજા કરીએ છીએ. બૉલીવુડની સૌથી વધુ કમાણી કરનાર દસ ફિલ્મો જોઈ લો. ફિલમો પોતાના કલાકારોના નામે સફળ થઈ છે, પણ હાલના તબક્કે દર્શકો નવી શૈલીની ફિલ્મોને પણ પસંદ કરી રહ્યાં છે. વિદ્યા બાલન અભિનીત કહાની તેનું દૃષ્ટાંત છે.
અનુભવ સિન્હાએ જણાવ્યું - હાલમાં જે કંઈ ચાલી રહ્યું છે, તે એ છે કે દર્શકો હવે પરમ્પરાગત બૉલીવુડ વાર્તાઓ કરતાં જુદી ફિલ્મો પણ સ્વીકારી રહ્યાં છે અને પસંદ કરી રહ્યાં છે. સિન્હાની આવનાર ફિલ્મ વૉર્નિંગમાં સુઝાન રોડરિગ્ઝ તથા સંતોષ બારમોલા જેવા નવોદિત કલાકારો છે, તો ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને જુહીચાવલા જેવા સ્થાપિત કલાકારો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
