Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મીરા રાજપૂતે કહ્યું મેરે સૈયા સુપરસ્ટાર, શાહિદ-મીરાના લગ્નની તસવીરો

મંગળવારે શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન દિલ્હી-ગુડગાંવ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં થયા. આ ફાર્મહાઉસ ફોર્ટિસ કંપનીના માલિકનો છે જે પણ રાધા સૈમી સંતસંગમાં શ્રદ્ધા રાખે છે. ત્યારે એકદમ સાદાઇથી થયેલા આ લગ્નની કેટલીક ખાસ તસવીરો આજે અમે તમને બતાવીશું.

જો કે આ સમગ્ર ફંકશનને ખૂબ જ ટોપ સિક્રેટ રાખવામાં આવ્યું હતું. વધુમાં મીરાના તમામ સંબંધીઓને ખાસ કહેવામાં આવ્યું હતું કે તે લગ્નના ફોટો ના લે. તો બીજી તરફ આ બોલીવૂડ લગ્નને ફિલ્મ ટચ આપવા માટે મીરા અને શાહિદના પોસ્ટર નીચે "મેરા સૈયા સુપરસ્ટાર" જેવી ટેગલાઇન પણ આપવામાં આવી હતી.

ત્યારે આ મીરા અને શાહિદ કપૂરના લગ્ન, મહેદી અને સંગીતના કેટલીક ખાસ ખબરો અને તેમના વિવાહથી જોડાયેલી કેટલીક અંદરની ગોસિપ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

વરમાળા

વરમાળા

ત્યારે શાહિદ અને મીરા રાજપૂતે એક બીજાને વરમાળા પહેરાવી હતી તેની આ તસવીરો છે.

સાદાઇથી લગ્ન

સાદાઇથી લગ્ન

શાહિદ અને મીરા લગ્નના રિજિસ્ટ્રર મેરેજ માટે સહી કરી રહ્યા છે.

ફોટોશેસન

ફોટોશેસન

જે બાદ નવપરણિત દંપતીએ સગાવ્હાલા સાથે ફોટોસેશન પણ કરાવ્યું હતું.

બાપ-બેટા

બાપ-બેટા

પંકજ કપૂર અને શાહિદ કપૂર લગ્ન થયા બાદ એકબીજાને ભેટી રહ્યા છે.

જમણવાર

જમણવાર

ત્યારે શુદ્ધ શાકાહારી જમણવારની આ છે ખાસ તસવીરો.

હાથમાં હાથ

હાથમાં હાથ

લગ્ન બાદ બન્ને જણા હાથમાં હાથ નાખી આવી રીતે એન્ટ્રી કરી. જેમાં શાહિદ વાઇટ શેરવાનીમાં અને મીરા પીંક અને રૂપેરી લહેગામાં ખૂબજ સુંદર લાગતા હતા.

પરિવાર

પરિવાર

તો બીજી તરફ પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને તેમની પુત્રી પણ આ લગ્નમાં ખૂબ જ ખુશ જણાઇ રહ્યા હતા.

જાનેયાની બ્લુ સાફો

જાનેયાની બ્લુ સાફો

આ લગ્નમાં તમામ જાનૈયાએ બ્લુ રંગની સાફો પહેર્યો હતો.

મહેંદી

મહેંદી

મહેંદી માટે મીરાએ પીળા અને ગોલ્ડન રંગની ચણિયાચોળી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.

Hugging

Hugging

મહેંદીની રસમ બાદ મીરા અને શાહિદ કંઇક આ રીતે એકબીજાના ગળે મળી રહ્યા છે.

સંગીત

સંગીત

સંગીતના ફંક્શનની મઝા માણી રહેલા મીરા અને શાહિદ. જો કે સંગીતમાં આ બન્નેના પરિવાર વચ્ચે ડાન્સની કોમ્પિટિશન પણ થઇ હતી. અને તેમાં શાહિદ એક સારા ડાન્સર હોવાના કારણે તેમનો પરિવાર જીત ગયો હતો.

23 લાખની સગાઇ રીંગ

23 લાખની સગાઇ રીંગ

શાહિદે મીરાને 23 લાખની સગાઇની વીંટી આપી હતી. જુઓ આ હિરાની અંગુઠીની ખાસ તસવીર.

સંગીત

સંગીત

મીરા અને શાહિદ ચિંટીયા કલાઇયા ગીત પર સાથે ડાન્સ કર્યો હતો. તે સિવાય તુ મેરે અલગ બગલ, ઇઝ ધીસ લવ જેવા ગીતા પર પણ બન્નેએ ઠુમકા લગાવ્યા હતા.

લગ્નના ઢોલ

લગ્નના ઢોલ

શાહિદ કપૂર મીરા રાજપૂતને ત્યાં જ્યારે જાન લઇને ગયા ત્યારે જાન કોઇ પણ ધૂમધામ વગર લઇ જવામાં આવી હતી. ખાલી ઢોલ પર થોડિક વાર શાહિદ નાચ્યો હતો પણ ઢોલવાળાએ ફોટો પડાતા શાહિદે તમામ ફોટો ડિલિટ કરાવ્યા હતા.

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

ત્યારે લગ્નની બાદ બન્ને જણાએ સાથે પડાવેલું આ સેલ્ફી કહી દે છે કે બન્ને એકબીજા સાથે કેટલા ખુશ છે. ત્યારે તે આમ જ ખુશ રહે તેવી અમારી શુભેચ્છા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X