Welcome 2023 : નવા વર્ષે ઘોડી ચડવા તૈયાર છે આ બોલિવૂડ સ્ટાર, આ નામ તમને ચૌકાવી દેશે
આ વર્ષે પણ બોલિવૂડમાં ઘણા સ્ટાર લગ્ન કરશે. આ નામોમાં મલાઈકાથી લઈને કિયારા સુધીના નામ સામેલ છે.
2022નું વર્ષ પુરૂ થવામાં છે અને 2023ના આગમનની તૈયારી છે ત્યારે બોલિવૂડમાં પણ 2023ને લઈને ઉત્સાહનો માહોલ છે. ફિલ્મી સ્ટાર ફિલ્મ અને અંગત લાઈફમાં અલગ અલગ આયોજનમાં વ્યસ્ત છે. કેટલાક બોલિવૂડ સ્ટાર 2023માં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. આજે આપણે આ બોલિવૂડ સ્ટારની જ વાત કરવા જઈ રહ્યા છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ
સોનાક્ષી સિન્હા લાંબા સમયથી ઝહીર ઈકબાલને ડેટ કરવાને લઈને ચર્ચામાં છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને 2023માં લગ્ન કરી શકે છે. બન્નેના લગ્નની લાંબા સમયથી સતત ચર્ચા ચાલી રહી છે.

રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની
રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની પણ ઘોડે ચડવાની તૈયારી કરી રહ્યા છે. બન્ને લાંબા સમયથી એક સાથે છે અને 2023માં લગ્ન કરી શકે છે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી
બોલિવૂડ અને ક્રિકેટના મેદાનમાંથી વધુ એક જોડી લગ્ન માટે તૈયાર છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2023માં લગ્ન કરી શકે છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
બોલિવૂડનું આ હોટ કપલ લાંબા સમયથી તેના લગ્નની ખબરો વચ્ચે ચર્ચામાં છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2023માં આ કપલ ઘોડીએ ચડી શકે છે. બન્ને તૈયારીમાં વ્યસ્ત છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપુર
બોલિવૂડનું હોટ કપલ ગણાતા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ લગ્ન કરી શકે છે. મલાઈકા અને અર્જૂન કપૂર તેમના બિંદાસ્ત રોમાન્સ માટે આજકાલ ચર્ચામાં છે અને 2023માં લગ્ન કરી શકે છે.

દિવ્યા અગ્રવાલ અને અપુર્વ
અભિનેત્રી દિવ્યા અગ્રવાલ અને અપુર્વ પણ 2023માં લગ્ન કરી શકે છે. સામે આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો બન્ને નવા વર્ષમાં લગ્ન કરી શકે છે.












Click it and Unblock the Notifications
