બોલિવૂડ ફિલ્મો નહીં કરું, મને નાચતા નથી આવડતું: બ્રાડ પીટ

Posted By:
Subscribe to Oneindia News

હોલિવૂડ સુપરસ્ટાર બ્રાડ પીટે બુધવારે સવારે ઇન્ડિયાની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. તેઓ પોતાની આગામી નેટફ્લિક્સ ફિલ્મ વોર મશીનને પ્રમોટ કરવા માટે ઇન્ડિયા આવ્યા હતા. મીડિયાની ભીડ અને પેપરાઝીથી બચવા માટે તેમણે આ મુલાકાત સાઇપ્રાઇઝ રાખી હતી. ઇન્ડિયામાં તેમણે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે મુલાકાત કરી હતી.

બ્રાડ પીટનું સરપ્રાઇઝ

બ્રાડ પીટનું સરપ્રાઇઝ

એવી ખબરો હતી કે, બ્રાડ પીટ પોતાની ટોકિયો પ્રેસ ટૂર બાદ ઇન્ડિયાની મુલાકાત લઇ શકે છે, પરંતુ બુધવારે સવારે બ્રાડ પીટને કોન્ફરન્સ રૂમમાં જોઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. શાહરૂખ અને બ્રાડ પીટે અહીં જૂના મિત્રોની માફક એકબીજા સાથે ખુલીને વાતો કરી હતી.

શાહરૂખ-બ્રાડ પીટનો બ્રોમાન્સ

શાહરૂખ-બ્રાડ પીટનો બ્રોમાન્સ

બ્રાડ પીટ પોતાની આગામી ફિલ્મ વોર મશીનને પ્રમોટ કરવા ઇન્ડિયા આવ્યા હતા અને આ માટે જ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ઇવેન્ટ દરમિયાન લોકોનું સમગ્ર ધ્યાન શાહરૂખ અને બ્રાડ પીટના બ્રોમાન્સ તરફ હતું. હાલ આ બે વચ્ચેનું બોન્ડિંગ અને બ્રોમાન્સ લોકોની ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

બ્રાડ પીટની નમ્રતા

બ્રાડ પીટની નમ્રતા

કોન્ફરન્સ રૂમમાં શાહરૂખ અને બ્રાડ પીટ સાથે એન્ટર થયા હતા અને બંન્ને એકબીજાની સાથે જૂના મિત્રોની માફક વર્તન કરી રહ્યાં હતા. સ્ટેજ પર ચડતાં પહેલા બ્રાડ પીટે એક બાજુ ખસી શાહરૂખને પહેલા ચડવા વિનંતી કરી હતી. તેમણે એકબીજા સાથે પોતાની ઇન્ડસ્ટ્રીના ઇનસાઇડ જોક્સ પણ શેર કર્યા હતા.

શાહરૂખે બ્રાડ પીટને રાહ જોવડાવી હતી?

શાહરૂખે બ્રાડ પીટને રાહ જોવડાવી હતી?

આ બંન્નેના બ્રોમાન્સ સિવાય જે બીજી એક વાત ચર્ચાઇ રહી છે તે એ છે કે શાહરૂખે બ્રાડ પીટને રાહ જોવડાવી હતી. બોલિવૂડ સિતારાઓ આમ પણ ઇવેન્ટમાં થોડા મોડા આવવા માટે ફેમસ છે. આ પ્રેસ કાન્ફરન્સનો ટાઇમ 5.30નો હતો, પ્રેસ કોન્ફરન્સ લગભગ અડધો કલાક મોડી શરૂ થઇ હતી. સૂત્રો અનુસાર શાહરૂખ ખાન 5.46 વાગ્યે વેન્યુ પર પહોંચ્યા હતા.

બોલિવૂડ અંગે બ્રાડ પીટના વિચારો

બોલિવૂડ અંગે બ્રાડ પીટના વિચારો

મોટા ભાગના વિદેશી સ્ટાર્સની માફક જ બ્રાડ પીટ માટે પણ બોલિવૂડ ફિલ્મોનો અર્થ છે ડાન્સિંગ અને ગીતો. તેમણે કહ્યું હતું કે, હું નાચી-ગાઇ નથી શકતો અને આથી જ કદાચ હું ક્યારેય બોલિવૂડમાં સફળ નહીં થઇ શકું.

ભારત અને બોલિવૂડના કર્યા વખાણ

ભારત અને બોલિવૂડના કર્યા વખાણ

શાહરૂખ સાથેની વાચતીચ દરમિયાન તેમણે ભારત અને બોલિવૂડ ફિલ્મોના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું, "મને ઇન્ડિયન સિનેમા માટે ખૂબ માન છે, અહીંની ફિલ્મોની પોતાની એક અલગ ભાષા છે, અલગ ફ્લેવર છે અને એ કારણે જ અમને ત્યાં એ ફિલ્મો જોવાની મજા આવે છે."

હું ડાન્સ નથી કરતોઃ બ્રાડ પીટ

હું ડાન્સ નથી કરતોઃ બ્રાડ પીટ

શાહરૂખ ખાને બોલિવૂડ ફિલ્મો અંગે વાત કરતાં કહ્યું કે, એક્શન કે ડાન્સ ફિલ્મો શૂટ કરતાં લગભગ 120 દિવસો લાગે છે, જ્યારે સિંપલ ફિલ્મ શૂટ કરતાં 70 દિવસ થાય છે. શાહરૂખની વાતને આગળ વધારતાં બ્રાડ પીટે કહ્યું કે, ત્યાં પણ એવું જ છે, પરંતુ અમારી ફિલ્મોમાં ડાન્સ નથી હોતો, હું ક્યારેય બોલિવૂડમાં સફળ નહીં થઇ શકું કારણ કે હું ડાન્સ નથી કરતો.

શાહરૂખનો સિગ્નેચર ડાન્સ મૂવ

શાહરૂખનો સિગ્નેચર ડાન્સ મૂવ

બ્રાડ પીટની આ વાત પર શાહરૂખે બ્રાડને મજાકમાં કહ્યું કે, ઓહ, અમે તમારી પાસે ડાન્સ કરાવી લઇશું. અમે સૌ પાસે ડાન્સ કરાવીએ છીએ. ત્યાર બાદ તેણે બ્રાડને પોતાનો સિગ્નેચર ડાન્સ મૂવ બતાવ્યો હતો.

English summary
Shahrukh Khan spotted with Brad Pitt and their bromance has become the talk of the town, Check out their pictures here..
Please Wait while comments are loading...