ડિવોર્સના અહેવાલો વચ્ચે અમેરિકામાં શું કરી રહી છે ઐશ્વર્યા રાય? ખાસ વ્યક્તિ સાથે કેમેરામાં કેદ થઈ
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સ થઈ રહ્યા હોવાના અહેવાલો છવાયેલા છે. આ અહેવાલો વચ્ચે ઐશ્વર્યા અમેરિકા પહોંચી છે.
ઐશ્વર્યા રાય આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પણ પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે બધુ ઠીક નથી.

આ દરમિયાન અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે તેમના સાસરિયાઓને કારણે ઘણો મતભેદ ચાલી રહ્યો છે.
જો કે, બન્નેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ દરમિયાન અભિનેત્રી ન્યૂયોર્ક પહોંચી છે. અહીં અભિનેત્રી અભિષેક અને પુત્રી આરાધ્યા વગર વેકેશન એન્જોય કરતી જોવા મળી.
ઐશ્વર્યા રાયની આ વાયરલ તસવીર ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટની છે. તસવીરમાં દેખાતી યુવતી આ જ રેસ્ટોરન્ટમાં કામ કરે છે. તે ઐશ્વર્યા રાયની મોટી ફેન છે. આ સ્થિતિમાં અભિનેત્રીને મળ્યા પછી તેણે તરત જ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા. જો કે આ દરમિયાન અભિષેક બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા રાય સાથે ન જોવા મળ્યા.
હવે ઐશ્વર્યા રાયની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, તમારે ફરી એકવાર ફિલ્મોમાં પાછા ફરવું જોઈએ. કેટલાક લોકોએ અભિનેત્રીના લુકના વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ સુંદર છે. હાલમાં કોઈ માહિતી નથી કે ઐશ્વર્યા રાય ન્યૂયોર્ક વેકેશન માટે એકલી ગઈ છે કે નહીં.
જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાની અફવા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ જ્યારે બચ્ચન પરિવાર અને તેમની વહુ ઐશ્વર્યા રાય અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ જોવા મળ્યા તો ચાહકોની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. એક વખત પણ બચ્ચન પરિવાર કે અભિષેકે મીડિયા સામે ઐશ્વર્યા સાથે પોઝ આપ્યો નથી. આ પછી બંને વચ્ચે મતભેદોની ચર્ચાઓ શરૂ થઈ છે.












Click it and Unblock the Notifications
