જાણો : ચુલબુલ પાન્ડેનો રોષ કેમ ભભુકી ઉઠ્યો ?
મુંબઈ, 12 ડિસેમ્બર : આગામી 21 ડિસેમ્બરના રોજ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 2 રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન પોતાની ટીમ સાથે દિવસ-રાત જોતરાયેલાં છે, પરંતુ આ જ પ્રમોશન દરમિયાન તેમને ભારે ગુસ્સો આવી ગયો.

હકીકતમાં એક ટેલીવિઝન રિયલિટી શોમાં સલ્લુ મિયા પોતાની આવનાર ફિલ્મ દબંગ 2ના પ્રમોશન માટે ગયા હતાં. શો સંચાલકોએ સલમાન ખાન માટે સરપ્રાઇઝ રાખ્યુ હતું. આ સરપ્રાઇઝ હતું સલમાનની બાળપણની તસવીરો. તે સ્લાઇડ પર શો સંચાલકોએ બતાવવી શરૂ કરી, પરંતુ તે જોતાં જ સલમાન ભડકી ઉઠ્યાં, કારણ કે તેમાંની એક તસવીર સલમાન ખાનની નહોતી, પણ કોઈ બીજી સેલિબ્રિટીની હતી. બસ સલમાન ખાનને ગુસ્સો આવી ગયો અને તરત શો છોડી ચાલ્યા ગયાં. એટલું જ નહીં શો સંચાલકોને ખૂબ વઢ્યા પણ.
શો સંચાલકો તો સલમાનનો ગુસ્સો જોઈ પાણી-પાણી થઈ ગયાં. સલમાન તરત જ ઊભા થઈ નિકળી ગયાં. તેમનો ગુસ્સો એટલે ભારે હતો કે તેમણે શોની બહાર ઊભેલા મીડિયા સાથે પણ વાત ન કરી.












Click it and Unblock the Notifications
