બેશરમના થિયેટરિકલ રાઇટ્સ 80 કરોડમાં વેચાયાં
મુંબઈ, 29 ઑગસ્ટ : બૉલીવુડના હૅન્ડસમ રૉકસ્ટાર રણબીર કપૂર આજે લોકોના પસંદગીના હીરો બની ગયાં છે. તેથી તેમની ડિમાંડ સતત વધતી જાય છે. તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે રણબીર કપૂર પોતાની ફી વધારીને. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે રણબીરે પોતાની પ્રાઇઝ વધારી દીધી છે, તો બીજી બાજુ હવે સમાચાર એમ છે કે તેમની આવનાર ફિલ્મ બેશરમના થિયટરિકલ રાઇટ્સ 80 કરોડમાં વેચાયાં છે.

જોકે હજી ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ વેચાવાના બાકી છે. એમ કહેવું ખોટુ નથી કે બેશરમ ફિલ્મે આવતા પહેલા જ ધમાલ મચાવી નાંખી છે. તેથી ફિલ્મની આખી યૂનિટ બહુ ખુશ છે. આશા સેવાય છે કે રણબીરની બેશરમ ફિલ્મ તેમની ગત ફિલ્મ યે જવાની હૈ દીવાની જેવી હિટ થશે. બેશરમ એક એક્શન-કૉમેડી ફિલ્મ છે અને તેની ખાસ વાત એ છે કે તેમાં રણબીર કપૂર પોતાના મમ્મી-પપ્પા એટલે કે નીતૂ સિંહ અને ઋષિ કપૂર સાથે દેખાશે. ફિલ્મમાં પહેલી વાર ઋષિ કપૂર પોતાના બૉલીવુડ કૅરિયરમાં પોલીસનો રોલ કરી રહ્યાં છે, તો નીતૂ સિંહ મહિલા કૉન્સ્ટેબલ બન્યાં છે.
બેશરમ ફિલ્મનું પ્રમોશન ટુંકમાં જ શરૂ થશે. ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર એક ચોરની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મની વધુ એક ખાસ વાત એ છે કે રણબીર કપૂર પોતાના પિતા ઋષિ કપૂરની ફિલ્મ કર્જના હિટ સૉંગ ઓમ શાંતિ ઓમના કૉસ્ટ્યુમમાં દેખાવાના છે.












Click it and Unblock the Notifications
