‘અભિનેત્રી ના હોત તો બે બાળકોની માતા હોત’
મુંબઈ, 15 ઑક્ટોબર : ફિલ્મ ઐય્યામાં ઉત્તેજક દૃશ્યો આપનાર અભિનેત્રી રાણી મુખર્જી જો અભિનેત્રી ના હોત તો બે બાળકોની માતા હોત અને હાઉસ વાઇફ તરીકે ઘર સંભાળતા હોત. એવું અમે નથી કહેતાં, પોતે રાણી કહે છે.

એક સમાચાર ચૅનલના પ્રસિદ્ધ શો આપકી અદાલતમાં જ્યારે રાણીને પુછવામાં આવ્યું કે જો તેઓ હીરોઇન ન હોત, તો શું હોત? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઘરે બાળકો સંભાળતા હોત અને પતિની સેવા કરતા હોત, પરંતુ અભિનેત્રી બન્યા બાદ કરિયર મારા માટે પ્રાથમિકતા હતું અને તેથી મેં અત્યાર સુધી લગ્ન નથી કર્યાં.
રાણીએ જણાવ્યું કે મારા લગ્નની ચિંતા મને ભલે ન હોય, પણ હું પોતાના માતાની આંખોમાં આ ચિંતા સ્પષ્ટ જોઈ શકુ છું. યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરા સાથે અફૅર અને કથિત લગ્નના સમાચારોને ભ્રામક બતાવતા રાણી મુખર્જીએ જણાવ્યું કે એવું કશું જ નથી. જો મારા લગ્ન થયા હોત તો હું ખુલ્લેઆમ મીડિયાને જણાવત અને હા, જ્યારે પણ લગ્ન થશે, જરૂર બતાઇશ. બસ એક રાજકુમારનો ઇંતેજાર છે.
આપકી અદાલતમાં રાણીએ ઐય્યાનું ગીત ડ્રીમમ, વેકઅપમ ગીત પણ ગાયું. આ દરમિયાન જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ અભિષેક બચ્ચનથી નારાજ છે કેમ કે તેમણે તમને પોતાના લગ્નમાં ન આમંત્ર્યાં. રાણીએ જવાબ આપ્યો, ‘લગ્નમાં આમંત્રણ આપવું, ન આપવું પર્સનલ મૅટર છે. રહી વાત અભિષેકની, તો તેઓ આજે પણ મારા નજીકના મિત્રોમાંના એક છે. તેમની સાથે મેં ઘણી હિટ ફિલ્મો આપી અને તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ ખૂબ સારો રહ્યો.'












Click it and Unblock the Notifications
