For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણની 2017વાળી 'ડ્રગ ચેટ' કેવી રીતે લીક થઈ? વૉટ્સએપે આપી સફાઈ

NCBએ વૉટ્સએપ ચેટ કેવી રીતે મેળવી? લોકોએ વૉટ્સએપ પ્રાઈવસી વિશે સવાલ ઉઠાવ્યા છે જેના પર વૉટ્સએપે અધિકૃત રીતે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસથી બહાર આવેલ ડ્રગ એંગલ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન જેવી અભિનેત્રીઓ સુધી જઈ પહોંચ્યો. આ સમગ્ર મામલે કેસ સાથે સંબંધિત ઘણા લોકોની વૉટ્સએપ ચેટ મીડિયામાં લીક થઈ છે. સૌથી લેટેસ્ટ મામલો દીપિકા પાદુકોણની એક વૉટ્સએપ ચેટનો છે જે મીડિયામાં જોરદાર બતાવવામાં આવી રહ્યો છે. આ ચેટમાં તે કથિત રીતે ડ્રગ્ઝ માંગતી દેખાઈ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ચેટ 2017ની છે જે ડિલીટ થઈ ચૂકી છે પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) આ કેવી રીતે મેળવી? લોકોએ વૉટ્સએપ પ્રાઈવસી વિશે સવાલ ઉઠાવ્યા છે જેના પર વૉટ્સએપે અધિકૃત રીતે જવાબ આપ્યો છે.

વૉટ્સએપે ચેટલીક પર શું કહ્યુ?

વૉટ્સએપે ચેટલીક પર શું કહ્યુ?

સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ વૉટ્સએપે ગુરુવાર(24 સપ્ટેમ્બર) કહ્યુ છે કે તેના મેસેજ સુરક્ષિત છે અને કોઈ પણ થર્ડ પાર્ટી તેને એક્સેસ ન કરી શકે. વૉટ્સએપે કહ્યુ છે કે કોઈ પણ થર્ડ પાર્ટીની પહોંચ મેસેજ સુધી ન થઈ શકે. વૉટ્સએપના પ્રવકતાએ કહ્યુ કે વૉટ્સએપ તમારા મેસેજોને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે હંમેશા સુરક્ષિત રાખે છે. જેથી તમે અને જે વ્યક્તિ સાથે તમે વાતચીત કરી રહ્યા હોય એ જ લોકો માત્ર મેસેજ વાંચી શકે. કોઈ થર્ડ પાર્ટી કે હું કોઈ પણ આ મેસેજોને નથી વાંચી શકતા. ત્યાં સુધી કે વૉટ્સએપ પણ નહિ.

કોઈ પણ થર્ડ પાર્ટી તમારા ડિવાઈસમાં સ્ટોર કન્ટેન્ટ સુધી જઈ ન શકે

કોઈ પણ થર્ડ પાર્ટી તમારા ડિવાઈસમાં સ્ટોર કન્ટેન્ટ સુધી જઈ ન શકે

વૉટ્સએપના પ્રવકતાએ કહ્યુ, તમારે યાદ રાખવુ જોઈએ કે તમે માત્ર એક ફોન નંબરથી વૉટ્સએપ પર સાઈન અપ કરો છો અને વૉટ્સએપની તમારા મેસેજ સુધી પહોંચ નથી. વૉટ્સએપના પ્રવકતાએ કહ્યુ, ઑન-ડિવાઈસ સ્ટોરેજ માટે અમે ઑપરેટિંગ સિસ્ટમ નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનુ પાલન કરીએ છીએ. આ ઉપરાંત કંપની હંમેશાથી જ ઑપરેટીંંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવેલા બધા સિક્યોરિટી ઉપાય જેવા કે પાસવર્ડ કે બાયોમેટ્રિક આઈડીના ઉપયોગને પ્રોત્સાહન આપે છે જેથી કોઈ પણ થર્ડ પાર્ટી તમારા ડિવાઈસમાં સ્ટોર કન્ટેન્ટ સુધી જઈ ન શકે.

બૉલિવુડ ડ્રગ્ઝ નેક્સસઃ 18 લોકોની ધરપકડ

બૉલિવુડ ડ્રગ્ઝ નેક્સસઃ 18 લોકોની ધરપકડ

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્ઝ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપુૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહને પૂછપરછ માટે બોલાવ્યા છે. 25-26 સપ્ટેમ્બર વચ્ચે આ બધાને એનસીબી પાસે પૂછપરછ માટે જવાનુ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બૉલિવુડ નેક્સસમાં અત્યાર સુધી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી ઉપરાંત 18 લોકોની ધરપકડ કરી છે.

રણવીર સિંહે NCB પૂછપરછ સમયે દીપિકા સાથે રહેવાનો કર્યો અનુરોધરણવીર સિંહે NCB પૂછપરછ સમયે દીપિકા સાથે રહેવાનો કર્યો અનુરોધ

English summary
Whatapp clariries on security over Leaked bollywood drugs Chats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X