ફોટોગ્રાફરને મારા અને સલમાનના હૉટ ફોટા જોઈતા હતા, કહ્યુુ - જબરસ્તીથી પકડીને સ્મૂચ KISS કરો
સલમાન ખાન પોતાની ફિલ્મોમાં ક્યારેય કિસિંગ સીન નથી કરતા. રોમાંસ હોય તો પણ ફેમિલીવાળો. જેનાથી કોઈ દર્શક સહજ અનુભવે છે.
સલમાન ખાન પોતાની ફિલ્મોમાં ક્યારેય કિસિંગ સીન નથી કરતા. રોમાંસ હોય તો પણ ફેમિલીવાળો. જેનાથી કોઈ દર્શક સહજ અનુભવે છે. પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાનનો આ નો કિસિંગવાળો મંત્ર આજથી નહિ પરંતુ વર્ષોથી ચાલતો આવે છે. તે પણ સલમાન ખાનની પહેલી સુપરહિટ ફિલ્મ મૈને પ્યાર કિયાના જમાનાતી. જી હા, આનો ખુલાસો ખુદ ભાગ્યશ્રીએ કર્યો છે. મૈને પ્યાર કિયા ફેમ અભિનેત્રી ભાગ્યશ્રી 10 વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે. પ્રભાવ સાથે 'જાન' અને કંગના રનોત સાથે 'થલૈવી'માં તે જોવા મળશે.

સલમાને જે કર્યુ તેણે બધાને ચોંકાવી દીધા
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ જણાવ્યુ કે કેવી રીતે મૈને પ્યાર કિયાના ફોટોશૂટ દરમિયાન સલમાન ખાનને તેને સ્મૂચ કિસ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ ત્યારબાદ સલમાને જે કર્યુ તેણે બધાને ચોંકાવી દીધા.

મૈને પ્યાર કિયાનુ હૉટ ફોટોશૂટ
ડેક્કન ક્રોનિકલ સાથે વાતચીતમાં ભાગ્યશ્રીએ જણાવ્યુ કે મૈને પ્યાર કિયાના શૂટિંગ દરમિયાન ફોટોગ્રાફર મારા અને સલમાનના હૉટ ફોટા ઈચ્છતા હતા. આના માટે તેમણે એક આઈડિયા કર્યો. પરંતુ સલમાન ખાને ફોટોગ્રાફરની બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ.

તુ એને પકડીને સ્મૂચ કરી લેજે
ભાગ્યશ્રીએ આગળ કહ્યુ કે ફોટોગ્રાફરે હૉટ ફોટા માટે સલમાન ખાનને એક બાજુ લઈ ગયા. તેને કહ્યુ કે જ્યારે કેમેરા સેટ અપ કરુ ત્યારે તુ એને પકડીને સ્મૂચ કરી લેજે.

એ દિવસોમાં સ્મૂચ સામાન્ય નહોતુ
એ વખતે અમે બધા નવા હતા. ફોટોગ્રાફર સાહેબને લાગ્યુ કે તેમને અમારી સાથે કંઈ પણ કરાવવાની આઝાદી છે. એ દિવસોમાં સ્મૂચ સીન કરવો સામાન્ય નહોતુ. તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ફોટોગ્રાફરને આ વાત ખબર નહોતી કે હું તેમની પાસે ઉભી રહીને આ વાત સાંભળી રહી હતી.

સલમાન ખાને આપ્યો આવો તગડો જવાબ
મે એ વખતે સલમાન ખાનને એમ કહેતા સાંભળ્યા કે આવુ કંઈ પણ નથી કરવાના. જો તમને એવો કોઈ પોઝ જોઈતો હોય તો તમે ભાગ્યશ્રીને પૂછો. મને સલમાનનો જવાબ સમ્માન ભરેલો લાગ્યો. પછી મને વિશ્વાસ થઈ ગયો કે હું સુરક્ષિત લોકો સાથે છું.

રાતોરાત સ્ટાર બની ગયા
મૈને પ્યાર કિયા ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે રોમાન્સ કરતી દેખાઈ. રાતો રાત સુપરસ્ટાર બની ગઈ. વળી, આ ફિલ્મ બાદ તે કંઈ ખાસ કરી શકી નહિ.

કિસિંગ સીન તો દૂર રોમેન્ટીક સીન પણ ભારે
સલમાનને આ ફિલ્મમાં કિસિંગ સીન તો દૂર, ભાગ્યશ્રી સાથે રોમેન્ટીક સીન કરવામાં પણ ઘણી મુશ્કેલી થતી હતી. સલમાન આમાં ભાગ્યશ્રીનુ ઘણુ ધ્યાન રાખતા હતા કે તેને કોઈ પ્રોબ્લેમ ન થાય.

સલમાન બહુ જ શરમાળ
ભાગ્યશ્રીએ એક વાર મીડિયામાં કહ્યુ હતુકે સલમાન બહુ જ શરમાળ હતા. જે સીનમાં તેમણે ભાગ્યશ્રીના પગમાં મલમ લગાવવાનો છે અને રોમન્ટીક સોંગ ફિલ્માવવામાં તેમને ખૂબ જ શરમ આવી રહી હતી.












Click it and Unblock the Notifications
