જ્યારે એક સ્ટાર કિડ્સ અભિનેત્રીનો પીછો છોડાવવા શાહિદ કપૂરે પોલીસમાં ફરીયાદ કરી, જાણો શું પુરી ઘટના?

વાસ્તવિકતા પંડિતે તેના માટે શાહિદના ઘર પાસે જ રહેવા માટે ઘર લીધું હતું. તે જ્યારે પણ શાહિદ કપૂર તેના ઘરની બહાર નીકળતો ત્યારે તેની કારની સામે આવી જતી હતી.

પોતાના જમાનાના જાણીતા અભિનેતા રાજકુમાર ઉર્ફે કુલભૂષણ પંડિતને તેના ડાયલોગ માટે આજે પણ લોકો તેને યાદ કરે છે. તેમની સ્ટાઈલની નકલ આજ સુધી કોઈ કરી શક્યું નથી. ફિલ્મોમાં જોડાતા પહેલા રાજકુમાર માહિમ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા. ફિલ્મ પ્રોડ્યુસર બલદેવ દુબે તેમની સ્ટાઈલથી પ્રભાવિત થયા અને તેમને ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી. આ પછી રાજકુમારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી.

વાસ્તવિકતા પંડિત શાહિદ કપૂરના પ્રેમમાં પાગલ હતી

વાસ્તવિકતા પંડિત શાહિદ કપૂરના પ્રેમમાં પાગલ હતી

જો કે બોલિવૂડ સુપરસ્ટાર રાજકુમારના સંતાનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ બનાવી શક્યા નથી. તેમની પુત્રી વાસ્તવિકતા પંડિતે 1996માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ પરંતુ એક દાયકા સુધી કામ કરવા છતાં તે ફિલ્મોમાં સફળ ન થઈ. આ સિવાય તે એક મોટા વિવાદમાં પણ ફસાઈ હતી.

પહેલી વખત ડાન્સ ક્લાસમાં મળી હતી

પહેલી વખત ડાન્સ ક્લાસમાં મળી હતી

વાસ્તવિકતા પંડિત અને શાહિદ કપૂર પહેલી વખત કોરિયોગ્રાફર શિયામક દાવરના ડાન્સ ક્લાસમાં થઈ હતી. શાહિદને પહેલીવાર જોઈને વાસ્તવિકતા તેના પર મોહિત થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, વાસ્તવિકતા શાહિદ કપૂરને પ્રેમ કરવા લાગી હતી. જો કે તેનો આ એકતરફી પ્રેમ જુનૂનની હદ સુધી પહોંચ્યો હતો.

શાહિદ માટે તેની બાજુમાં રહેવા આવી

શાહિદ માટે તેની બાજુમાં રહેવા આવી

સમાચારો અનુસાર, વાસ્તવિકતા પંડિતે તેના માટે શાહિદના ઘર પાસે જ રહેવા માટે ઘર લીધું હતું. તે જ્યારે પણ શાહિદ કપૂર તેના ઘરની બહાર નીકળતો ત્યારે તેની કારની સામે આવી જતી હતી.

વાસ્તવિકતા પંડિત પોતાને શાહિદ કપૂરની પત્ની કહેતી

વાસ્તવિકતા પંડિત પોતાને શાહિદ કપૂરની પત્ની કહેતી

અહેવાલો તો એવા પણ છે કે, વાસ્તવિકતા પંડિત પોતાને શાહિદ કપૂરની પત્ની કહેતી હતી. તે માત્ર શાહિદ કપૂરની કારની સામે જ નહીં પરંતુ તેની કારના બોનેટ પર બેસી જતી. પહેલા તો શાહિદે તેની અવગણના કરી પરંતુ જ્યારે આ સિલસિલો બંધ ન થયો તો શાહિદે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી.

પ્રસિદ્ધિ મેળવવા શાહિદ કપૂરના નામનો ઉપયોગ કર્યો

પ્રસિદ્ધિ મેળવવા શાહિદ કપૂરના નામનો ઉપયોગ કર્યો

વાસ્તવિકતાએ પ્રસિદ્ધિ મેળવવા શાહિદ કપૂરના નામનો ઉપયોગ કર્યો. જો કે તેમ છત્તા તેની કારકિર્દીમાં આગળ વધી શકી નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરના એકતરફી પ્રેમમાં વાસ્તવિકતાએ એક્ટિંગ, ડાન્સ, ફિટનેસ ક્લાસ બધું જ છોડી દીધું હતું. તે દિવસ-રાત શાહિદ કપૂરના એપાર્ટમેન્ટની આસપાસ જ રહેતી હતી. આજે તે ક્યાં છે તેની કોઈને ખબર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X