કયા ધર્મમાં માને છે કેટરીના કૈફ? જાણી લો થઈ ગયો ખૂલાસો
અભિનેત્રી કેટરીના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. કેટરીના તેના બોલિવૂડ કરિયર સિવાય તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ ચર્ચામાં તેના ધર્મ વિશે પણ ચર્ચા થાય છે.
જણાવી દઈએ કે, કેટરીના કફનો જન્મ વર્ષ 1983માં હોંગકોંગમાં થયો છે. કેટરીનાની માતાનું નામ સુઝેન અને પિતાનું નામ મોહમ્મદ કૈફ છે.

અહેવાલો અનુસાર, કેટરીના કૈફ જ્યારે નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા. કેટરીના કૈફને લોકો બે ધર્મની અભિનેત્રી કહે છે. કેટરિના કૈફના પિતા કાશ્મીરી મુસ્લિમ છે જ્યારે તેની માતા ખ્રિસ્તી ધર્મની છે. કેટરિના કૈફની વાત કરીએ તો તે બંને ધર્મમાં ઊંડી આસ્થા ધરાવે છે.
કેટરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને પોતાની પસંદના ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ સ્થિતિમાં તે તેના પિતાની જેમ મુસ્લિમ ધર્મ અને તેની માતાની જેમ ખ્રિસ્તી ધર્મ બંનેમાં માને છે.
તેણી બંને ધર્મના તહેવારોમાં ભાગ લે છે. કેટરિના કૈફે કહ્યું કે, જે રીતે ક્રિસમસ તેના માટે મહત્વપૂર્ણ છે તે જ રીતે તે પણ ઈદની ઉજવણી કરે છે.
જણાવી દઈએ કે કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે અને તે પંજાબી છે. લગ્ન પછી કેટરિના કૈફ તેના પતિ વિકી સાથે પંજાબી તહેવારોમાં પણ સક્રિયપણે ભાગ લે છે.
કેટરીના પંજાબી કોસ્ચ્યુમની સાથે સાથે ત્યાંના ફૂડની પણ શોખીન બની ગઈ છે. અભિનેત્રીએ પોતે કહ્યું છે કે હવે લગ્ન પછી તેણે પતિ સાથે શીખ ધર્મનું પાલન કરવાનું શરૂ કર્યું છે.












Click it and Unblock the Notifications
