આખરે કોણ છે અનન્યા પાંડેના જીજાજી Ivor McCray? વિદેશમાં છે મોટો બિઝનેસ
અલાના પાંડેએ 16 માર્ચે પોતાના બૉયફ્રેન્ડ ઈવોર મેકક્રે સાથે લગ્ન કરી લીધા. આવો જાણીએ અનન્યા પાંડેના જીજાજી ઈવોર મેકક્રે આખરે કોણ છે અને શું કરે છે?

Alanna Pandey Ivor McCray Wedding: બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની કઝિન અલાના પાંડેએ 16 માર્ચે પોતાના બૉયફ્રેન્ડ ઈવોર મેકક્રે સાથે લગ્ન કરી લીધા. લગ્નના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અલાના પાંડે પોતાના લગ્નને લઈને હાલમાં છવાયેલી છે. આવો જાણીએ અનન્યા પાંડેના જીજાજી ઈવોર મેકક્રે આખરે કોણ છે અને શું કરે છે?

કોણ છે એડવર્ડ ઈવોર મેકક્રે?
એડવર્ડ ઈવોર મેકક્રે, અનન્યા પાંડેના જીજા અને અલાનાના પતિ, વ્યવસાયે અમેરિકન ફિલ્મ નિર્દેશક અને ફોટોગ્રાફર છે. તમને જણાવી દઇએ કે ઈવોર યુએસએના માઉન્ટ વર્નોનનો રહેવાસી છે અને તેનો જન્મ 26 નવેમ્બરે થયો હતો. તેેણે પોતાની કારકિર્દી સહાયક ટૂર મેનેજર તરીકે શરૂ કરી અને પછી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં કારકિર્દી બનાવી. તે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ મેનેજમેન્ટ ટેકનોલોજી સ્નાતક છે. ઈવોર હાલમાં તેની પ્રોડક્શન કંપની કિલ શોટ મોશન પિક્ચર્સના સીઇઓ છે.
અલાના અને એડવર્ડ ક્યારે મળ્યા?
અલાના પાંડે અને ઈવોર મેકક્રે વચ્ચેના સંબંધો વિશે વાત કરીએ તો, બંને વર્ષ 2019માં પહેલીવાર મળ્યા હતા. આ પછી, બંનેએ 5 નવેમ્બર 2019ના રોજ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ. આ પછી બંને લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યા. આ પછી વર્ષ 2021માં એક પોસ્ટ દ્વારા, અલાનાએ તેમના સંબંધોનો ખુલાસો કર્યો અને કહ્યુ કે બંને ટૂંક સમયમાં સગાઈ કરવા જઈ રહ્યા છે.
અલાનાએ કર્યો હતો રિલેશનશિપનો ખુલાસો
અલાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લૉંગટર્મ બૉયફ્રેન્ડ ઈવોર મેકક્રે સાથે કિસ કરતો ફોટો શેર કર્યો હતો. આ તસવીર બીચની છે. આ દરમિયાન ઈવોર જમીન પર બેઠો છે અને અલાનાને હોઠ પર કિસ કરતો જોવા મળે છે. આ પોસ્ટમાં સગાઈની માહિતી આપ્યા બાદ હવે આ કપલ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા.












Click it and Unblock the Notifications
