Who is Anjini Dhawan : કોણ છે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહેલી અંજિની ધવન? જાણો વરૂણ ધવન સાથે શું છે કનેક્શન?
Who is Anjini Dhawan : બોલિવૂડમાં વધુ એક ખૂબસૂરત હસીના ડેબ્યુ કરવા જઈ રહી છે. આ હસીનાનું ધવન પરિવાર સાથે કનેક્શન છે.
બોલિવૂડમાં સ્ટાર કિડ્સની ચર્ચા વચ્ચે આ ખુબસૂરત સ્ટાર કિડ્સની ખુબ ચર્ચા છે. ધવન પરિવારની આ સુંદરી બહુ જલ્દી ફિલ્મોમાં જોવા મળશે.

આપણે જે હસીનાની વાત કરી રહ્યાં છીએ તે એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન છે. અંજિની તેના બોલિવૂડ ડેબ્યુને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
અંજિની તેના બોલ્ડ અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફોટો કે વીડિયો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જા છે.
હાલમાં જ અંજિની બ્લેક આઉટફિટમાં પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. આ લુકમાં તે કમાલની ગ્લેમરસ લાગી રહી હતી. ફોટોમાં તેની કાતિલ સ્માઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે.
જણાવી દઈએ કે, અંજિની ધવન ફિલ્મ બિન્ની એન્ડ ફેમિલીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ જોવા દર્શકો ઉત્સુક છે. વરુણ ધવને પણ આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેની ભત્રીજીને અભિનંદન પાઠવ્યા છે.
અંજિની ધવન 24 વર્ષની છે અને બોલિવૂડમાં ડેબ્યૂ ક માટે તૈયાર છે. તેણીનો જન્મ 4 એપ્રિલ 2000ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતાનું નામ સિદ્ધાર્થ ધવન છે, જે અભિનેતા રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ ધવને CID, સરફરોશ-એ-હિંદથી લઈને લવસ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની માતા રીના ધવન છે.












Click it and Unblock the Notifications
