સુહાના સાથે મેબેલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનેલી ખૂબસૂરત પોલીસ ઓફિસર એક્શા કેરૂંગ કોણ છે?

આ દિવસોમાં બોલિવૂડમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનની ખુબ ચર્ચા છે. મેબેલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદથી તે સતત ચર્ચામાં છે. શાહરૂખ ખાને પણ સુહાનાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.

સુહાના ખાન સાથે સાથે બેડમિન્ટન ક્વીન પીવી સિંધુ, સિંગર અને બિઝનેસવુમન અનન્યા બિરલા અને 23 વર્ષીય સિક્કિમ પોલીસ ઓફિસર અને સુપર મોડલ એક્શા કેરુંગ પણ મેબેલાઇનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હવે આમાંથી એક્શા કેરૂંગની ખૂબસૂરતીની ખુબ ચર્ચા થઈ રહી છે.

eksha Kerung

સુહાના સહિતની આ ચાર સુંદરીઓ બ્યુટી બ્રાન્ડ માટે કેમ્પેઈન કરશે. એક્શા માત્ર એક મોડલ નહીં પરંતુ તે બોક્સર, બાઈકર અને પોલીસ ઓફિસર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં એક્શા કેરુંગે બાયોમાં લખ્યું કે, ન્યૂયોર્ક માટે રવાના થઈ રહી છું.

એક્શા 2018 મિસ સિક્કિમ સ્પર્ધાનો ભાગ હતી. આ સમયે તે ટીનેજર હતી. 2021 માં અક્ષાએ MTV સુપરમોડલ ઑફ ધ યર સીઝન 2 માં ભાગ લીધો હતો. તેને જજ મલાઈકા અરોરા, મિલિંદ સોમન અને અનુષા દાંડેકર તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. તે સિઝનમાં તે પ્રથમ રનર્સ અપ પણ છે. તેણે શોના ઓડિશનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

શોનો ઓડિશન વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું કે, હું હંમેશા ભાવુક અને ધ્યાન કેન્દ્રિત હતી. આખરે હું મારું સ્વપ્ન જીવી રહી છું. હું હંમેશા મારી જાતને શોમાં જોવા માંગતી હતી. હું મારી ખુશી માટે મારા સપના માટે મારી જાતને જોવા માંગુ છું. એક પગલું ભરવામાં ઘણો સમય અને હિંમત લાગી અને હવે મેં તે કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X