કોણ છે ઈશિતા સિંહ? જાણો સંજય સિંહની પુત્રીનું શું છે બોલિવૂડ કનેક્શન?
દિલ્હી લીકર પોલીસી કેસમાં સંજય સિંહને જામીન મળી ગયા છે. સંજય સિંહ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે તેમના પરિવાર વિશે ખુબ ચર્ચા થઈ રહી છે.
AAP નેતા સંજય સિંહની દીકરી ઈશિતા સિંહ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અભિનેત્રી હોવા છતાં બહુ ઓછા લોકો જાણે છે કે તે સંજય સિંહની પુત્રી છે.

ઈશિતાએ મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. ઈશિતા મુંબઈમાં રહે છે પરંતુ પિતાની ધરપકડ બાદ તેણે મોટાભાગનો સમય દિલ્હીમાં વિતાવ્યો છે.
AAP નેતા સંજય સિંહ દારૂ નીતિ કૌભાંડ કેસમાં છેલ્લા 6 મહિનાથી જેલમાં હતા. જામીન મળ્યા બાદ તે 3 એપ્રિલે જેલમાંથી બહાર આવ્યા અને તેના પરિવારને મળ્યા.
બુધવારે સંજય સિંહની દીકરી ઈશિતા સિંહ તિહાર જેલની બહાર તેના પિતાની મુક્તિની રાહ જોતી જોવા મળી હતી. દરમિયાન તેમની સાથે AAP સમર્થકો પણ હાજર હતા.
પિતાના જેલમાંથી બહાર આવવા અંગે ઈશિતાએ કહ્યું કે, મારા પિતાના જેલમાંથી બહાર આવવાના સમાચારથી મને ખૂબ જ રાહત થઈ છે. વધુ રાહત ત્યારે મળશે જ્યારે તેના બધા મિત્રો પણ બહાર આવશે. અત્યારે અમે ઉજવણી નથી કરી રહ્યા. જો કે, અમે અમે ખૂબ જ ખુશ છીએ અને અમને ખબર નથી કે આ સમયે અમારી લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી.
રાજનીતિમાં સક્રિય રહેલા સંજય સિંહની પુત્રી અભિનય ક્ષેત્રે સક્રિય છે. ઈશિતાએ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હાના નિર્દેશનમાં કામ કર્યું છે. ઈશિતાએ અનુભવ સિન્હાની જાણીતી ફિલ્મ મુલ્કમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઋષિ કપૂર, તાપસી પન્નુ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. મુલ્કને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.
બોલિવૂડ ઉપરાંત ઈશિતા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે. તેણે હિન્દી-પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી તાપસી પન્નુ સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સ ઈશિતાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 48 હજાર ફોલોઅર્સ છે. ઈશિતાને ટ્રાવેલિંગનો પણ શોખ છે. તેણી પોતાની ટ્રિપની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
