કોણ છે નદાવ લેપિડ, જેણે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ગણાવી અશ્લીલ, વલ્ગર અને પ્રોપાગાન્ડા ફિલ્મ
ઈઝરાયેલી ફિલ્મ મેકર નદાવ લેપિડે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપાગાન્ડા અને અશ્લીલ ફિલ્મ ગણાવી. અહીં જાણો કોણ છે આ નદાવ લેપિડ.
Who is Nadav Lapid: ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભ(IFFI)માં જ્યૂરી પ્રમુખ ઈઝરાયેલી ફિલ્મ મેકર નદાવ લેપિડે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપાગાન્ડા અને અશ્લીલ ફિલ્મ ગણાવી અને કહ્યુ કે આ ફિલ્મ સમારંભ માટે ફિલ્મનુ સ્ક્રીનિંગ જોઈને હું પરેશાન અને સ્તબ્ધ છુ. આ ફિલ્મ ફેસ્ટીવલની કલાત્મક કૉમ્પીટીશન માટે અયોગ્ય હતી. જો કે, ભારતમાં ઇઝરાયલના રાજદૂત નોર ગિલૉને ફિલ્મ નિર્માતા નદાવ લેપિડના નિવેદનની નિંદા કરી છે. આવો જાણીએ કોણ છે નાદવ લેપિડ?

કોણ છે ફિલ્મ મેકર નદાવ લેપિડ?
નદાવ લેપિડ ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક છે. નદાવ લેપિડ સિનોનિમ્સ(2019), ધ કિન્ડરગાર્ટન ટીચર(2014) અને પોલીસમેન(2011) જેવી ફિલ્મો માટે ફેમસ છે. તેમાંથી નદાવ લેપિડને કિન્ડરગાર્ટન ટીચર અને પોલીસમેન માટે ગોલ્ડન બીયર અને કાન્સ જ્યુરી પુરસ્કાર પણ મળ્યો છે.નદાવ લેપિડ 2015 લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લેપર્ડ જ્યુરીના સભ્ય હતા. તેઓ 2016 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ ક્રિટીક્સ વીક જ્યુરીના સભ્ય પણ રહ્યા છે. તે 71મી બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મમાં 'ઓફિશિયલ કોમ્પિટિશન' જ્યુરીના સભ્ય હતા.

નદાવનો જન્મ અને શિક્ષણ
ઇઝરાયેલના શહેર તેલ અવીવમાં 1975માં જન્મેલા નદાવ લેપિડે તેલ અવીવ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ડિગ્રી મેળવી છે. નદાવ લેપિડ થોડો સમય લશ્કરી સેવામાં પણ હતા. તે પછી તે પેરિસ ગયા. પેરિસથી આવ્યા બાદ લેપિડે ઇઝરાયલ આવ્યા બાદ જેરુસલેમની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલમાંથી ડિગ્રી લીધી. ઉલ્લેખનીય છે કેઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી હેડ નદવ લેપિડે કહ્યુ કે જો આ ફિલ્મને ભારતમાંથી ઑસ્કાર માટે મોકલવામાં આવશે તો તેનાથી ભારતની ઈમેજ ખરાબ થશે. આ ફિલ્મ સંપૂર્ણપણે એજન્ડા પર આધારિત છે. પોતાના સંબોધનમાં લેપિડે કહ્યુ કે ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવેલી 15 ફિલ્મોમાંથી અમે 15મી ફિલ્મઃ ધ કાશ્મીર ફાઇલ્સથી પરેશાન અને સ્તબ્ધ હતા. કારણ કે અમને આ ફિલ્મ પ્રચાર આધારિત અને અશ્લીલ લાગી.

નિવેદનોના કારણે હંમેશા રહે છે વિવાદોમાં
47 વર્ષીય નદાવ લેપિડ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. પોતાની ફિલ્મ 'સિનોનિમ્સ' વિશે વાત કરતા લેપિડે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મોટાભાગના ઈઝરાઈલીઓએ પોતાની આત્મા વેચી દીધી છે, તેઓ 'બીમાર આત્મા' બની ગયા છે. નદાવ લેપિડ એ 250 ઇઝરાયેલી ફિલ્મ નિર્માતાઓના જૂથનો પણ એક ભાગ હતા જેમણે શોમરોન (સામરિયા/વેસ્ટ બેંક) ફિલ્મ ફંડના પ્રારંભનો વિરોધ કરતા ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.












Click it and Unblock the Notifications
