For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે સુશાંત સિંહ રાજપુતના મોત માટે જવાબદાર? અભિનેતા અમિત સાધે ખોલ્યા રાઝ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના ઘણા કલાકારો આઘાતમાં છે. સુશાંતના ખાસ મિત્ર અમિત સાધને મોટો આંચકો લાગ્યો હતો. સાધે જણાવ્યું કે કેવી રીતે અભિનેતાના મૃત્યુથી તેના દિલ અને દિમાગ પર ખરાબ છાપ પડી.

|
Google Oneindia Gujarati News

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના ઘણા કલાકારો આઘાતમાં છે. સુશાંતના ખાસ મિત્ર અમિત સાધને મોટો આંચકો લાગ્યો હતો. સાધે જણાવ્યું કે કેવી રીતે અભિનેતાના મૃત્યુથી તેના દિલ અને દિમાગ પર ખરાબ છાપ પડી. અભિનેતાએ ખુલાસો કર્યો કે સુશાંતના મૃત્યુને કારણે તે ઇન્ડસ્ટ્રી છોડવા માંગતો હતો.

અમિત સાધનો મોટો ખુલાસો

અમિત સાધનો મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતુ. અભિનેતાના મૃત્યુના અઢી વર્ષ બાદ તેના ખાસ મિત્ર અમિત સાધે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે સુશાંતના મૃત્યુથી તે એટલો આઘાતમાં હતો કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય પણ લઈ લીધો. એટલું જ નહીં તેણે લગભગ 4 વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપુતના મોત માટે કોણ છે જવાબદાર?

સુશાંત સિંહ રાજપુતના મોત માટે કોણ છે જવાબદાર?

અમિત સાધે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે હું સુશાંતની માનસિકતા જાણતો હતો. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે, તો તેનો અર્થ એ છે કે તેણે તેના જીવનના કેટલાક પાસાઓ છુપાવ્યા છે, જ્યારે આવું થાય છે ત્યારે તે વ્યક્તિની ભૂલ નથી. તે સમાજની ભુલ છે. તેની આસપાસના તમામ લોકો તેની ગંભીરતાને ઓળખી શક્યા નહીં. સુશાંત તેના જીવનમાં એટલો નિરાશ હતો કે તેણે આત્મહત્યા કરી લીધી.

અમિત સાધે 4 વખત કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમિત સાધે 4 વખત કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમિત સાધે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ બધું થયું ત્યારે તેના મનમાં આત્મહત્યાનો વિચાર પણ આવ્યો. અભિનેતાએ કહ્યું, 'મેં લગભગ 4 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હું ખૂબ જ પરેશાન હતો અને તે સમયે મારી ઉંમર 17 થી 18 વર્ષની વચ્ચે હતી. જોકે હવે હું સંપૂર્ણપણે ઠીક છું'.

ઇન્ડસ્ટ્રીથી થઇ હતી ચીઢ

ઇન્ડસ્ટ્રીથી થઇ હતી ચીઢ

આ પછી, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કયા કારણોસર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડવા માંગે છે? તેના જવાબમાં અમિત સાધે કહ્યું, 'હું તે સમયે ઈન્ડસ્ટ્રીથી નારાજ હતો. મારા માટે એક મોટી વાત હતી અને હંમેશા રહેશે. સુશાંતના મૃત્યુના 3-4 મહિના પહેલા મેં સુશાંતને ઓળખતી વ્યક્તિ સાથે વાત કરી હતી. મેં તેને સુશાંતનો નંબર માંગ્યો, પણ સુશાંતનો કોઈ નંબર નહોતો. તેણે પોતાની જાતને સંપૂર્ણપણે અલગ કરી દીધી હતી અને પોતાનો નંબર બદલી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે અમિત સાધે સુશાંત અને રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'કાઈ પો છે'માં કામ કર્યું હતું.

સુશાંતના મોતને થયા 2 વર્ષ

સુશાંતના મોતને થયા 2 વર્ષ

તમને જણાવી દઈએ કે તેમનું નિધન 14 જૂન 2020 ના રોજ થયું હતું. અભિનેતાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તે સમયે તેમના મૃત્યુ પર ઘણો હોબાળો થયો હતો. આ કેસમાં સીબીઆઈએ દરેક એંગલથી તપાસ કરી હતી. જેના કારણે ડ્રગ કેસમાં ઘણા મોટા સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અભિનેતા છેલ્લે ફિલ્મ દિલ બેચરા માં જોવા મળ્યો હતો.

English summary
Who is responsible for the death of Sushant Singh Rajput? Actor Amit Sadh opens up Secrets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X