કોણ છે રિયા સિંઘા? જેને Miss Universe India 2024 જીતીને ઇતિહાસ રચ્ચો

Miss Universe India 2024 : હાલમાં જ જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 નું આયોજન રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવ્યુ હતુ. અહીં રિયા સિંઘાએ તાજ જીતીને ઇતિહાસ રચ્યો છે.

2024 નો મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ રિયા સિંઘાએ પોતાના નામે કર્યો છે. જણાવી દઈએ કે, રાજસ્થાનની રાજધાની જયપુરમાં 22 સપ્ટેમ્બરે યોજાયેલી આ ઈવેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

Miss Universe India 2024

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 જીતનારી સ્પર્ધક આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે રિયા સિંઘા ભારત તરફથી પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધામાં 2015 ની મિસ યુનિવર્સ ઈન્ડિયા ઉર્વશી રૌતેલા જજ તરીકે હાજર હતી. ઉર્વશીએ પોતાના હાથે રિયા સિંઘાના માથા પર તાજ પહેરાવ્યો.

આ વિશે વાત કરતા ઉર્વશીએ કહ્યું કે, તે પણ આ છોકરીઓ જેવી જ લાગણી અનુભવી રહી છે અને તેને આશા છે કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.

કોણ છે રિયા સિંઘા?

જણાવી દઈએ કે, રિયા સિંઘા અમદાવાદની છે અને માત્ર 19 વર્ષે તાજ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેના માતા-પિતા રીટા સિંઘા અને બ્રિજેશ સિંઘા છે. હાલ રિયા ગુજરાતની SL યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહી છે.

રિયાએ 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું અને મિસ ટીન ગુજરાત જીતી ચુકી છે. 2023માં તેણીએ મિસ ટીન યુનિવર્સ સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધા મેડ્રિડમાં યોજાઈ હતી, જેમાં 25 અન્ય યુવતીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રિયાએ ટોપ 6માં જગ્યા બનાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X