કોણ છે સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર? જાણો કેવી રીતે લવ સ્ટોરી શરૂ થઈ?

અનેક હસીનાઓને ડેટ કર્યા બાદ હાલ બર્થ ડે બોય સલમાન ખાન યુલિયા વંતુરને ડેટ કરી રહ્યો છે. 58મોં જન્મ દિવસ ઉજવી રહેલા સલમાન ખાને આજે પણ લગ્ન નથી કર્યા.

સલમાન ખાનનું નામ બોલિવૂડની ઘણી હસીનાઓ સાથે જોડાયુ છે પરંતુ કોઈપણ લવ સ્ટોરી લગ્ન સુધી ન પહોંચી. છેલ્લા કેટલાક સમયથી ભાઈજાનનું નામ અભિનેત્રી યુલિયા વંતુર સાથે જોડાઈ રહ્યું છે.

Iulia Vantur-Salman Khan Affair

જણાવી દઈએ કે યુલિયા વંતુર એક મોડલ, ટીવી પ્રેઝન્ટર, પ્રોફેશનલ સિંગર અને એક્ટ્રેસ છે. તે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે પરંતુ હજુ સુધી તેને ઈન્ડસ્ટ્રીમાં એટલી ઓળખ નથી મળી. યૂલિયાનું નામ સલમાન ખાન સાથેના સંબંધોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે.

યુલિયા વંતુરનો જન્મ રોમાનિયામાં થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તે 2010માં તેના બોયફ્રેન્ડ સાથે ભારત આવી હતી. ત્યારબાદ તે સલમાન ખાનને મળી.

કહેવાય છે કે સલમાને યૂલિયાને તેના કરિયરમાં ઘણી મદદ કરી, જો કે તે અત્યાર સુધી બોલિવૂડમાં ખાસ ઓળખ મેળવી શકી નથી.

સલમાન ખાનને મળ્યા બાદ યુલિયા વંતુરનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. આ પછી સલમાન ખાન સાથે તેની મુલાકાતો વધી. બંને રોમાનિયામાં મિત્ર બન્યા, અહીં સલમાન ખાન ફિલ્મ જય હોના શૂટિંગ માટે ગયો હતો. આ પછી જ્યારે યુલિયા ભારત આવી તો તેમની મિત્રતા ગાઢ બની ગઈ.

સલમાન ખાન અને યૂલિયા ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બર્થડે પાર્ટીમાં પણ બંને સાથે જોવા મળે છે. હાલમાં જ સલમાન ખાનના ભાઈ અરબાઝના લગ્નમાં યુલિયા પણ સલમાન સાથે જોવા મળી હતી.

આ સિવાય સલમાન ખાનના બર્થ ડે સેલિબ્રેશનમાં યુલિયા પણ તેના પરિવારના સભ્યો સાથે આવી હતી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X